Advertisement
Author: નોબત સમાચાર

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સને કરાઈ તાળાબંધીઃ હવાઈ સેવાઓ સ્થગિત

એન્જિનિયરનો આઠ વર્ષથી પગાર નહીં વધતા

                                                                                                                                                                                                      

રાવલપીંડી તા. ૪: પાકિસ્તાનમાં એરલાઈન્સની 'તાળાબંધી' કરવામાં આવી છે. પગાર ન વધ્યો એટલે એન્જિનિયર્સે વિમાનોનું ચક્કાજામ કર્યું છે. આ કારણે હજારો યાત્રિઓ અટવાઈ પડ્યા છે.

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ ગંભીર સંકટમાં છે, કારણ કે એરક્રાફ્ટ એન્જિનિયર્સે ફ્લાઈટ્સ માટે 'એરવર્દીનેસ ક્લિયરન્સ' (વિમાનની ઊડાન યોગ્યતા) આપવાનું બંધ કરી દેતા પાકિસ્તાનમાં એરલાઈનની ઊડાન સંપૂર્ણપણે થંભી ગઈ છે. સોમવાર રાત્રે ૮ વાગ્યા પછી કોઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રવાના થઈ નથી.

સૂત્રો મુજબ અત્યાર સુધીમાં ઓછામાં ઓછી ૧ર નિર્ધારિત ઊડાન પ્રભાવિત થઈ છે અને ઉમરાહ યાત્રીઓ સહીત સેંકડો મુસાફરો ઈસ્લામાબાદ, કરાચી અને લાહોર જેવા મુખ્ય એરપોર્ટસ પર ફસાયેલા છે.

સોસાયટી ઓફ એરક્રાફ્ટ એન્જિનિયર્સ ઓફ પાકિસ્તાનએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી એરલાઈન સીઈઓ પોતાનું વલણ નહીં બદલે ત્યાં સુધી તેમના સભ્યો કામ પર નહીં ફરે, કારણ કે યુનિયનનો આરોપ છે કે મેનેજમેન્ટ બે મહિનાથી તેમની ફરિયાદોને અવગણી રહ્યું છે.

એન્જિનિયર્સને છેલ્લા આઠ વર્ષથી પગાર વધારો મળ્યો નથી, અને તેમના પર સ્પેરપાર્ટસની ભારે અછત હોવા છતાં ફ્લાઈટ્સને ક્લિયર કરવા માટે દબાણ કરાઈ રહ્યું છે. યુનિયને સ્પષ્ટ કર્યું કે, 'મુસાફરોની જિંદગી જોખમમાં મૂકીને મેનેજમેન્ટના આદેશોનું પાલન કરવું શક્ય નથી.'

બીજી તરફ પીઆઈએના સીઈઓએ આ હડતાલને ગેરકાયદેસર જાહેર કરી છે અને સ્પષ્ટ કર્યું કે તે પાકિસ્તાન એસેન્શિયલ સર્વિસેઝ એક્ટ ૧૯પરનું ઉલ્લંઘન છે. તેમણે આરોપ લગાવ્યો કે હડતાલનો મુખ્ય હેતુ એરલાઈનની ચાલી રહેલી ખાનગીકરણની પ્રક્રિયાને નુક્સાન પહોંચાડવાનો છે.

એરલાઈન મેનેજમેન્ટ ફ્લાઈટ ઓપરેશન્સ જલદી ફરી શરૂ કરવા માટે અન્ય કેરિયર્સ પાસેથી એન્જિનિયરિંગ સપોર્ટની વ્યવસ્થા કરવાના પ્રયાસો કરી રહ્યું છે, જો કે હાલની સ્થિતિમાં પીઆઈએનું ફ્લાઈટ શેડ્યુલ સંપૂર્ણપણે ઠપ છે અને પરિસ્થિતિ સામાન્ય થવાના કોઈ તાત્કાલિક સંકેતો નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh