Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાખો ભાવિકોનું દ્વારકામાં થઈ રહ્યું છે આગમનઃ
દ્વારકા તા. રઃ દ્વારકાધીશ જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ મનાવવા લાખો ભાવિકો પગપાળા, રોડ તથા રેલ માર્ગે દ્વારકા આવી પહોંચ્યા છે ત્યારે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા ફૂલડોલ ઉત્સવ-ર૦ર૬ ના સુવ્યવસ્થિત આયોજન માટે અલાયદી વ્યવસ્થા અમલી બનાવાઈ છે.
ફૂલડોલ ઉત્સવ-ર૦ર૬ દરમિયાન યાત્રિકોને દ્વારકાધીશના દર્શનનો સુખદ અનુભવ સાથે સુરક્ષિત અને સુવિધાસભર મળે તે મટો વિશેષ આયોજનના ભાગરૂપે પ૦ થી વધુ સીસીટીવી કેમેરાથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત યાત્રિકોની સુખાકારી માટે એપોલો હોસ્પિટલના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પ કાર્યરત કરાયો છે. વૃદ્ધો, અશક્ત, વિકલાંગ, નાના બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓ માટે ઈ-રીક્ષાની સુવિધા કાર્યરત કરાઈ છે. મંદિરથી ૧૦ કિ.મી. સુધીમાં કોઈ અકસ્માત સર્જાય તો પ લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે.
આ ઉપરાંત ચરકલા રોડ ઉપર પ કિ.મી. સુધી સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ માટે લાઈવ ઓરકેસ્ટ્રાની વ્યવસ્થા સાથે રાસ-ગરબાની સુવિધા કરાઈ છે. દર્શનાર્થીઓ માટે લાઈન વ્યવસ્થા એલઈડી સ્ક્રીન દ્વારા ભગવાનના લાઈવ દર્શનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. પદયાત્રીઓ માટે દ્વારકાની હદ શરૂ થતા બુટ-ચપ્પલ ડોનેશન કેમ્પ શરૂ કરાયો છે. દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા શરૂ કરાયેલ આ તમામ સુવિધાઓનો લાભ ફૂલડોલ ઉત્સવ સુધી તમામ દર્શનાર્થીઓને પ્રાપ્ત થશે જે આ ઉત્સવને વધુ ભવ્ય અને યાદગાર બનાવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial