Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાવરીવાસવાળા શખ્સનું નામ ઓકાવાયું:
જામનગર તા. ૩૦: જામનગરના ખંભાળિયા બાયપાસ પાસેથી એક રિક્ષામાં લઈ જવાતો દેશી દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યાે છે. દારૂ, રિક્ષા ઝબ્બે લઈ પોલીસે નગરના એક શખ્સ તથા મોટી ખાવડીના મહિલાની અટકાયત કરી છે. દારૂનો જથ્થો બાવરી વાસવાળા એક શખ્સ પાસેથી લેવામાં આવ્યો હોવાની કબૂલાત કરાઈ છે.
જામનગરમાં ખંભાળિયા બાયપાસ પાસે એક રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી પરથી એલસીબીના સ્ટાફે વોચ ગોઠવ્યા પછી બાયપાસ નજીકથી પસાર થઈ રહેલી જીજે-૧૮-એએક્સ ૪૨૭૦ નંબરની રિક્ષાને રોકી લેવામાં આવી હતી.
આ રિક્ષાની તલાશી લેવાતા તેમાંથી ૭પ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આ જથ્થા સાથે નિલકમલ સોસાયટીમાં રહેતા મેહુલ કરશનભાઈ સોઢા અને મોટી ખાવડીના દેવીબેન બાલુભાઈ સુમાયત નામના મહિલાની અટકાયત કરવામાં આવી છે. એલસીબીએ રૂ।.૧ લાખની રિક્ષા પણ કબજે કરી છે. બંને વ્યક્તિની પૂછપરછ કરાતા દારૂનો જથ્થો બાવરી વાસવાળા ધરમપાલ બાવરી પાસેથી મેળવાયો હોવાની કબૂલાત મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial