Advertisement
Author: નોબત સમાચાર

ધુતારપરની સીમમાં દેશી દારૂના જથ્થા સાથે બે શખ્સને પકડી પાડતી પોલીસ

રૂ।.ર લાખ ૪૦ હજારનો મુદ્દામાલ ઝબ્બેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગર નજીકના ધુતારપર ગામની સીમ પાસેથી ગઈકાલે ઈકો મોટરમાં ૨૦૦ લીટર દેશી દારૂ લઈને જતા બે શખ્સ ઝડપાઈ ગયા છે.

જામનગર તાલુકાના ધુતારપર ગામની સીમથી ધુડશીયા તરફ જવાના રસ્તા પર એક મોટરમાં દેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી પરથી ગઈકાલે પંચકોશી એ ડિવિઝનના સ્ટાફે પીઆઈ એમ.એન. શેખના વડપણ હેઠળ વોચ રાખી હતી.

તે દરમિયાન જીજે-૧૦-ડીઆર ૭૫૮૭ નંબરની ઈકો મોટર પસાર થતાં તેને રોકી લેવાઈ હતી. તે મોટરની તલાશી લેવાતા તેમાંથી ૨૦૦ લીટર દેશી દારૂ સાથે ધુતારપર ગામનો બાબર ચકુભાઈ વાઘેલા અને ધુડશીયા ગામનો દેવજી જેરામભાઈ વાઘેલા મળી આવ્યા હતા. પોલીસે દારૂ, મોટર મળી કુલ રૂ।.૨ લાખ ૪૦ હજારનો મુદ્દામાલ કબજે કરી બંનેની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh