Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસદમાં હરદીપસિંહ પુરીના દાવાઓ અંગે વિપક્ષનો જવાબ
નવી દિલ્હી તા. ૧૩: કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસમંત્રી હરદીપસિંહ પુરીએ દેશમાં પેટ્રોલિયમ પદાર્થોનો પુરતો જથ્થો હોવાનો દાવો કર્યો હતો, તેના જવાબમાં કોંગ્રેસના સાંસદ વેણુ ગોપાલે કહ્યું હતું કે, હરદીપસિંહ સપનાની દુનિયામાં જીવી રહ્યા છે, અથવા વાસ્તવિકતા બતાવતા નથી.
આજે સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો પાંચમો દિવસ છે. ત્યારે લોકસભામાં એલપીજી મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો છે. વિપક્ષે * નામ નરેન્દર, કામ સરેન્ડર* અને *મોદી જી શરમ કરો!*ના નારા લગાવ્યા. આ દરમિયાન રિજિજુએ કહૃાું- વિપક્ષી સાંસદો જલદી સુધરી જાય, નહીં તો જનતા તેમને કડક સજા કરશે. રિજિજુ બોલતા હતા ત્યારે પણ વિપક્ષે હોબાળો ચાલુ રાખ્યો. ત્યારબાદ, અધ્યક્ષ સંધ્યા રાયે ચેતવણી આપી, પરંતુ સૂત્રોચ્ચાર બંધ ન થયા. પરિણામે, કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. આજે સવારે વિપક્ષે સંસદ સંકુલમાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને એલપીજી સંકટ મામલે વિરોધ કર્યો હતો. ગુરુવારે, સરકારે એલપીજી અને તેલની અછત અને વધતી કિંમતો અંગે ગૃહમાં વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો હતો.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહૃાું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ની કોઈ અછત નથી. સરકારે વિપક્ષને પણ અપીલ કરી કે આ મુદ્દે અફવાઓ અને ખોટા નિવેદનો ન ફેલાવવામાં આવે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓનો જવાબ આપતા પુરીએ કહૃાું કે સરકારની પ્રથમ પ્રાથમિકતા ૩૩ કરોડથી વધુ પરિવારો, ખાસ કરીને ગરીબ અને વંચિત વર્ગના રસોડામાં ગેસ પહોંચાડવાની છે. તેમણે કહૃાું કે રાંધણ ગેસ પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ગેસની ડિલિવરી સાયકલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે કહૃાું, *તેઓ વાસ્તવિકતામાં જીવી રહૃાા નથી. તેઓ સપનાની દુનિયામાં જીવી રહૃાા છે. અમારા મતવિસ્તારના લોકો પણ ખૂબ જ પરેશાન છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial