Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાની હુન્નરશાળાના વ્યાયામ શિક્ષિકાને અપાશે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

ગુજરાત શૈક્ષણિક અને સાંસ્કૃતિક મંચ દ્વારા

                                                                                                                                                                                                      

જોડિયા તા. ૧૦: જોડિયા તા. ૭: ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા દર વર્ષે શિક્ષક-મહાનુભાવોને એનાયત થતા પુરસ્કારોના આગામી કાર્યક્રમમાં જોડિયાની સામાજિક સેવાભાવી શૈક્ષણિક સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા સંચાલિત શ્રીમતી યુ.પી.વી. કન્યા વિદ્યાલયના  વ્યાયામ શિક્ષક મમતાબેન જોશીને એવોર્ડ મળવા જઈ રહૃાો છે.

ત્રેવીસ વર્ષની સુદીર્ઘ શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓની કારકિર્દીને અનુલક્ષીને ફોરમ ૨૦૨૬નો આ એવોર્ડ એનાયત થશે. આ એવોર્ડમાં રોકડ રકમ, સૂત્રમાળા અને સન્માનપત્રથી અભિવાદન થશે.

મમતાબેન જોષીને આ અગાઉ જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ (૨૦૨૩) મળેલો છે. આ ઉપરાંત ગુજરાત ભારત સ્કાઉટ ગાઇડ સંસ્થા દ્વારા રાજ્યપાલ ઓ. પી. કોહલીના હસ્તે મેડલ ઓફ મેરીટ એવોર્ડ(૨૦૧૬), ગુજરાત સ્થાપના દિન નિમિત્તે(૨૦૨૩)નો જામનગરના શ્રેષ્ઠ વ્યક્તિ તરીકેનો એવોર્ડ રાજ્યકક્ષા ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે મળેલ અને ગુજરાતમાંથી પ્રથમ મહિલાએ (નેવી) સી સ્કાઉટની તાલીમ લેવા બદલ (૨૦૨૨)મા આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માન  પ્રાપ્ત કરેલ છે. જે હુન્નરશાળા, યુ પી વી કન્યા વિદ્યાલય અને જોડિયા ગામ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત કહી શકાય. આ ઉપરાંત, મમતાબેને વિદ્યાર્થિની દીકરીઓને અને શાળાને અનેક સિદ્ધિઓ  અપાવેલ છે.

ઉલ્લેખનીય છે કે, આ એવોર્ડ ગુજરાતના  માંગરોળના પ્રાધ્યાપક પ્રશાંતભાઈ ચાહવાલા, ડો. કિરીટભાઈ ડી. ચૌહાણ (સારસા કુમાર શાળા, આણંદ), બોરીચા દેવકુબેન દાદભાઈ (શ્રી વી પી શાહ અને બી આર શાહ પ્રા.શાળા, વીરનગર), પરેશભાઈ હિરાણી (પરવડી કેન્દ્રવર્તી શાળા, ગારીયાધાર)ને પણ આ એવોર્ડ એનાયત થશે.

આ એવોર્ડની જાહેરાત ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના સંયોજક તખુભાઈ સાંડસુર અને  ગુજરાતના વિવિધ જિલ્લાના શિક્ષક-નિર્ણાયકો દ્વારા સિદ્ધિઓ અને ક્ષમતાઓના આધારે ટીમ દ્વારા મૌખિક પ્રશ્નોતરી દ્રારા કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh