Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૭: ધ્રોલમાં આવેલી સોનીની એક દુકાનમાં રૂ।.ર૭ લાખના દાગીનાની ચોરીના કેસમાં ઝડપાયેલા ત્રણ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નામંજૂર રાખી છે. ધ્રોલમાં આવેલી પ્રકાશ હેમતલાલ નામના સોની વેપારીની દુકાનમાંથી બે મહિના પહેલાં સોના-ચાંદીના રૂ।.ર૭ લાખના દાગીનાની ચોરી થયાની ફરિયાદ કરાઈ હતી. જેમાં હિમત પાંગડાભાઈ મહેડા, ટીનુ પાંગડાભાઈ, શૈલેષ નવલસિંગ મહેડા નામના ત્રણ શખ્સની ધરપકડ કરાઈ હતી.
ઉપરોક્ત આરોપીઓને જેલહવાલે કરાયા પછી આરોપીઓએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતમાં સરકારી વકીલ રાજેશ વશીયરે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે ત્રણેય આરોપીની જામીન અરજી નકારી કાઢી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial