Advertisement
Author: નોબત સમાચાર

મોન્થા વાવાઝોડું આજે આંધ્રના કાકીનાડા દરિયાકાંઠે ટકરાશેઃ તંત્રો સાબદા

ચાર રાજ્યોમાં રેલડએલર્ટઃ ૫૦ હજારથી વધુ લોકોનુ હંગામી સ્થળાંતર, ૫૪ ટ્રેનો રદઃ ભારે વરસાદ સાથે તોફાની પવનની આગાહીઃ દરિયો તોફાનીઃ કંટ્રોલરૂમ ખોલાયા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૮: મોન્થા વાવાઝોડું આજે સાંજે કાકીનાડા કિનારે ટકરાશે જેથી ૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. તમિલનાડુ, બંગાળ, ઓડિશામાં ભારે વરસાદ પડશે. દરિયામાં ૫ મીટર ઉંચા મોજા ઉછળશે. તેવી આગાહી થઈ છે. આથી સરકાર અને તંત્રો સાબદા થઈ ગયા છે.

બંગાળની ખાડીમાં ઉદ્ભવેલો ચક્રવાત મોન્થા એક ભયંકર વાવાઝોડામાં ફેરવાઈ ગયો છે. હાલમાં તે મછલીપટ્ટનમથી લગભગ ૧૯૦ કિમી દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત છે. તેની અસર આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બંગાળ અને ઓડિશાના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. અને ત્યાં ૯૦ થી ૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે  છે. હવામાન વિભાગનું કહેવું છે કે લેન્ડફોલ દરમિયાન ૫ મીટર (૧૬ ફૂટ) ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહૃાું છે અને આજે સાંજે કે રાત્રે કાકીનાડા નજીક ટકરાય તેવી શક્યતા છે.

આ ચાર રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ૫૦ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કાકીનાડા-મછલીપટ્ટનમ કિનારાની નજીક આવતાં તે વધુ તીવ્ર બનશે. ચક્રવાત મોન્થા નજીક આવતાં કાકીનાડામાં દરિયો તોફાની બન્યો છે. હાલમાં તે મછલીપટ્ટનમથી લગભગ ૧૯૦ કિમી દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની અસરથી આગામી ત્રણ દિવસ સુધી કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની અસરને કારણે, દેશના દક્ષિણ અને પૂર્વ ભાગોના ૯ રાજ્યો - આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડી શકે છે.

ગઈકાલે વાવાઝોડાની અસરને કારણે છત્તીસગઢ અને ઝારખંડમાં ભારે વરસાદ પડ્યો હતો. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં પણ વરસાદ પડ્યો હતો. થાઈલેન્ડે *મોન્થા* નામ આપ્યું, જેનો થાઈ ભાષામાં અર્થ સુગંધિત ફૂલ થાય છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યુ હતું કે, ૩,૭૭૮ ગામોમાં ભારે વરસાદ પડશે. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે મંગળવાર સવારથી વાવાઝોડાં મોન્થાની અસર વધુ તીવ્ર બની છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે મોન્થા સવારે ૫:૩૦ વાગ્યાની આસપાસ તોફાનમાં ફેરવાઈ ગયું હતું. સરકારે ૨૨ જિલ્લાઓમાં ૩,૧૭૪ પુનર્વસન કેન્દ્રો સ્થાપ્યા છે.

કેરળમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં બે લોકોના મોત થયા હતા. આ દરમિયાન, ઓડિશા સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા.

ઓડિશાના આઠ જિલ્લાઓ મલકાનગિરી, કોરાપુટ, નબરંગપુર, રાયગડા, ગજપતિ, ગંજમ, કાલાહાંડી અને કંધમાલમાં ૧૨૮ બચાવ ટીમો તહેનાત કરવામાં આવી છે. રાહત કેન્દ્રો ખોરાક, દવા, લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. બધી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો ૩૦ ઓક્ટોબર સુધી બંધ રહેશે.

ચક્રવાત મોન્થા ચેન્નાઈ તરફ આગળ વધી રહૃાું છે, જેના કારણે પટ્ટીનાપક્કમ દરિયાકાંઠે ભારે પવન ફુંકાઈ રહૃાો છે. ભારે પવનને કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે. માછીમારો તેમની બોટ સાથે સુરક્ષિત રીતે કિનારે પહોંચી ગયા છે.

ચક્રવાત મોન્થાને કારણે કોઠાપટ્ટનમ ગામમાં એનડીઆરએફ ટીમો જાહેરાતો કરી રહી છે, અને લોકોને સુરક્ષિત સ્થળોએ જવા વિનંતી કરી રહી છે. ઉપ્પદામાં ૨૫ વસાહતોમાં એનડીઆરએફ ટીમો તહેનાત કરવામાં આવી છે.

એનડીઆરએફના ઇન્સ્પેક્ટર બિશ્વાસ કહે છે, *ટીમ અહીં ૨૪ કલાક તહેનાત છે. અમે બે દિવસ પહેલા જ અહીં પહોંચ્યા હતા. અમે એવા વિસ્તારોમાં કામગીરી કરી રહૃાા છીએ જ્યાં સલામત સ્થળે ખસેડવાની જરૂર છે અને લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડી રહૃાા છીએ.* સાંજે વાવાઝોડું આવી રહૃાું છે. ગભરાવાની કોઈ જરૂર નથી.

મોન્થા આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહૃાું છે, તેથી મંગળવારે તમિલનાડુના તિરુવલ્લુરમાં ભારે વરસાદની આગાહી છે. તિરુવલ્લુર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અનુસાર, મંગળવારે સવારે ૬ વાગ્યા સુધી છેલ્લા ૨૪ કલાકમાં તિરુવલ્લુરના પોનેરી અને અવડીમાં અનુક્રમે ૭૨ મીમી અને ૬૨ મીમી વરસાદ પડ્યો છે. તિરુવલ્લુર જિલ્લા કલેક્ટર એમ પ્રતાપે ભારે વરસાદની શક્યતાને કારણે મંગળવારે સ્કૂલોમાં રજા જાહેર કરી હતી.

ઓડિશામાં વાવાઝોડાને કારણે માછીમારોની ૫૦ બોટ ફસાઈ છે. મોન્થા ચક્રવાતને કારણે આંધ્રપ્રદેશની માછીમારી બોટો પરત ફરી શકી નથી. માછીમારોની ૫૦ બોટો ગંજમ જિલ્લાના ગોપાલપુર બંદર પર છે. ચક્રવાતને ધ્યાનમાં રાખીને ઓડિશાની માછીમારી બોટોને ગોપાલપુર ઘાટ પર રાખવામાં આવી છે.

ઓડિશાના મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે દ્ગડ્ઢઇહ્લ, ર્ંડ્ઢઇછહ્લ અને ફાયર સર્વિસની ૧૨૮ ટીમો (આશરે ૫,૦૦૦ કર્મચારીઓ) તહેનાત કરવામાં આવી છે. ૨૮-૨૯ ઓક્ટોબરના રોજ પવનની ગતિ ૮૦ થી ૧૧૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

વાવાઝોડું ઝડપથી આગળ વધી રહૃાું છે તે સારી વાત છે, કારણ કે આનાથી સમુદ્રમાં ઊર્જા એકઠી થશે નહીં અને નુકસાન ઓછું થવાની ધારણા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી અને પરિસ્થિતિની સમીક્ષા કરી. આગામી બે દિવસ સુધી આંધ્રપ્રદેશના કૃષ્ણા, ગુંટુર, બાપટલા અને વેસ્ટ ગોદાવરી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ કારણે સોમવારે શાળાઓ બંધ રહી.

ચેન્નાઈ અને આસપાસના ત્રણ જિલ્લાઓ રાનીપેટ, તિરુવલ્લુર અને કાંચીપુરમ માટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પુડુચેરી અને વિલ્લુપુરમમાં પણ વરસાદની આગાહી છે.

પશ્ચિમ બંગાળમાં આજથી શુક્રવાર સુધી દાર્જિલિંગ, કાલિમપોંગ, ૨૪ પરગણા, મેદનીપુર, બર્ધમાન, બીરભૂમ અને મુર્શિદાબાદ સહિત બંગાળના અનેક જિલ્લાઓ અને પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની શક્યતા જણાવાઈ છે.

ચોમાસાએ ૧૫ ઓકટોબરના સત્તાવાર રીતે વિદાય લીધી હતી, પરંતુ ત્રણ સિસ્ટમોના એક સાથે સક્રિય થવાને કારણે, તેની અસરો આગામી ત્રણ દિવસ સુધી મધ્ય પ્રદેશ સહિત ૧૫ રાજયોમાં અનુભવાશે. અહીં ભારે પવન સાથે વરસાદ પણ શકયતા છે.

છેલ્લા ૨૪ કલાકથી દેશનો ૯૦ ટકા ભાગ વાદળછાયું રહ્યું. કેટલાક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડયો. મધ્ય પ્રદેશ, ગુજરાત અને દક્ષિણ ભારતીય રાજયોમાં વરસાદ પડયો. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસાદ પડશે. ૬ નવેમ્બર પછી બરફવર્ષાની પણ શકયતા છે.

અરબી સમુદ્રમાં રચાયેલી સિસ્ટમને કારણે ગુજરાતના ઘણાં જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

રેલવે સેવા પ્રભાવિતઃ ટ્રેનો રદ

લેન્ડફોલ દરમિયાન ૫ મીટર ઊંચા મોજા ઉછળવાની શકયતા છે. દક્ષિણ મધ્ય રેલવે એ વિજયવાડા વિભાગ હેઠળ કાર્યરત ૫૪ ટ્રેનો રદ કરી છે. ચક્રવાત મોન્થાની વિનાશક અસર આંધ્રપ્રદેશમાં દેખાવા લાગી છે. દક્ષિણ મધ્ય રેલવે એ મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને વિજયવાડા વિભાગ હેઠળ ચલાતી ૫૪ ટ્રેન સેવાઓ રદ કરી દીધી છે. તંત્ર મુજબ આવતા બે દિવસ દરમિયાન વિજયવાડાથી ઉપડતી અને આવતી અનેક પેસેન્જર તેમજ એક્સપ્રેસ ટ્રેનોને પણ રોકી દેવામાં આવી છે. રાજમુન્દ્રી, નિદાદાવોલુ, ગુંટુર, કાકીનાડા, તેનાલી, માર્કાપુરમ, માછલીપટ્ટનમ, નરસાપુર, વિશાખાપટ્ટનમ, ઓંગોલ, ભીમાવરમ અને માશેરલા જેવા મુખ્ય સ્ટેશનો પરથી ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ચક્રવાતને કારણે પ્રતિકૂળ હવામાનમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. મુસાફરોને રદ થયેલી ટ્રેનો અંગે જીસ્જી એલર્ટ દ્વારા માહિતી પહોંચાડવામાં આવી રહી છે. હવામાન સામાન્ય થતા જ ટ્રેન સેવાઓ પુનઃ શરૂ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh