Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડ્રોન તથા સીસીટીવીથી પોલીસ રાખશે ચાંપતી નજરઃ
જામનગર તા. ૨૨: દ્વારકા જિલ્લામાં આજથી શરૂ થતાં નવરાત્રિ પર્વ દરમિયાન જિલ્લા પોલીસના ૫૬૫ જવાનો બંદોબસ્તમાં જોડાશે. ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. ડ્રોન તથા સીસીટીવીની મદદથી પોલીસ તમામ સ્થળે ચાંપતી નજર રાખશે. શી ટીમના મહિલા કર્મચારીઓ ટ્રેડીશનલ ડ્રેસમાં રાસ-ગરબાના સ્થળે ફરજ બજાવશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી શરૂ થતાં નવરાત્રિ પર્વ અન્વયે જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. જેમાં સમગ્ર જિલ્લામાં ત્રણ સ્થળે અર્વાચીન ગરબા, ૭ર જાહેર ગરબા, રર૮ શેરી ગરબાના સ્થળ મળી કુલ ૩૦૩ સ્થળે તેમજ વિજયાદશમીના દિવસે ચાર સ્થળે કરાનારા રાવણદહનના સ્થળોએ ચૂસ્ત બંદોબસ્ત રહેશે.
પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડઝ જવાન, જીઆરડી, ટીઆરબી, એસઆરડીના જવાનો રાત્રે ૮ વાગ્યાથી બે વાગ્યા સુધી પેટ્રોલિંગ કરશે. ઘોડેસ્વાર પોલીસ અને પોલીસ વાન પણ પેટ્રોલિંગમાં જોડાશે. ગરબાના સ્થળોએ સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. કેટલાક સ્થળોએ પોલીસ ડ્રોન કેમેરાથી વોચ રાખશે.
ખંભાળિયા ઉપરાંત ભાણવડ અને દ્વારકા વિસ્તારમાં ગઈકાલે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત પોલીસે કેટલાક અસામાજિક તત્ત્વોની યાદી મેળવી છે. કેટલાક શખ્સોને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી કરાઈ રહી છે. પોલીસની શી ટીમના પંચાવન જેટલા મહિલા કર્મચારીઓ ટ્રેડીશનલ ડ્રેસમાં જુદી જુદી ગરબીઓમાં ફરજ પર રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial