Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધૂળેટીની વહેલી સવારે કોઈએ બાચકા ઉઠાવ્યાઃ
જામનગર તા. ૬: જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં મંગળવારની મોડીરાત્રે રાજકોટથી ધૂળેટીના કલરના બાચકા ભરીને આવેલા ટેમ્પોમાંથી ૧૧૦ બાચકા કોઈ શખ્સો અન્ય વાહનમાં ભરીને લઈ જતાં આશ્ચર્ય પ્રસર્યું છે. આ ટેમ્પોના ડ્રાઈવરે ટેમ્પોમાં જ ઉંઘ ખેંચી હતી. તે દરમિયાન બાચકા ચોરાઈ ગયા હતા. જામનગરમાં સુભાષ શાક માર્કેટ પાસે હોળીના પડવામાં ઉપયોગમાં લેવાતા રંગના બાચકા ભરીને રાજકોટથી મંગળવારે એક ટેમ્પો જામનગર માટે રવાના કરવામાં આવ્યો હતો. તે ટેમ્પોનો ચાલક મોડીરાત્રે જામનગર પહોંચ્યા પછી સુભાષ શાક માર્કેટ નજીક તે દુકાન પાસે વાહન રાખી તેમાં સૂઈ ગયો હતો. તે પછી ધૂળેટીની સવારમાં આ ટેમ્પોમાંથી ૧૦ કિલો વજનનું એક બાચકુ એવા ૧૧૦ બાચકા કોઈ શખ્સો ડ્રાઈવરની ઉંઘમાં ખલેલ ન પહોંચે તે રીતે ઉતારી લઈ પલાયન થઈ ગયા છે. આ બાબતની ઉંઘ ઉડતા ડ્રાઈવરને જાણ થઈ હતી. ઉપરોક્ત બનાવ ત્યાં નજીકમાં આવેલા એક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. રંગના બાચકા જેવી ક્ષુલ્લક ચીજ પણ આવી રીતે ચોરાઈ જતાં આશ્ચર્ય પણ પ્રસર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial