Advertisement
Author: નોબત સમાચાર

પરિણીતા પર અત્યાચારના આરોપમાં પતિ, સાસુ-સસરાનો ફરમાવાયો છૂટકારો

પરિણીતાએ દવાની ટીકડીઓ ગળી હતીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના એક પરિણીતાએ અત્યાચાર ગુજારવા અંગે પતિ, સાસુ, સસરા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે ત્રણેય આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના મોરકંડા રોડ પર સનસિટી વિસ્તારમાં રહેતા અજમીનાબેનના નિકાહ નૌશાદ અનવર હાલાણી સાથે થયા પછી નૌશાદ આફ્રિકા જતો રહ્યો હતો. તેના પરત આવવા બાબતે અજમીનાબેનને સાસુ-સસરાએ ગાળો ભાંડી મેણા મારતા આ મહિલાએ દવાની ટીકડીઓ ગળી લીધી હતી.

સારવારમાં ખસેડાયેલા અજમીનાબેનની ફરિયાદ પરથી પોલીસે પતિ નૌશાદ, સાસુ અમીનાબેન, સસરા અનવર હાસમભાઈ હાલાણી સામે આઈપીસી ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે ત્રણેય આરોપીનો છૂટકારો કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh