Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈ ઝેરી પદાર્થ ખાધા પછી નદીમાં કૂદકો માર્યાનું અનુમાન
જામનગર તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકની ત્રિવેણી નદીમાં ઝંપલાવીને એક પરિણીત યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. ગઈકાલે નદીના પાણીમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ભાણવડની ભાગોળે આહિર સમાજ પાસે રહેતી શિતલબેન નવઘણભાઈ બેરા નામની અપરિણીત યુવતી પોતાના ઘરેથી સ્કૂટી લઈને સવારના સમયે નીકળી ગઈ હતી અને મોડે સુધી પરત નહીં ફરતા પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા અને શિતલબેનની શોધખોળ શરૂ કરી હતી. આ પછી ચોતરફ કરેલી તપાસમાં તેનું સ્કૂટી ઈન્દ્રેશ્વર મંદિર નજીક ત્રિવેણી નદીના બ્રિજ પાસે જોવા મળતા આ બનાવનું રહસ્ય ઘેરૂ બન્યું હતું. બીજી તરફ મંદિરમાં રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા. જેમાં શિતલબેન ત્રિવેણી નદીના પુલ પરથી છલાંગ લગાવતા હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેના પરિવારજનો અને પોલીસ કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો.
ઉપરાંત સ્થાનિક તેમજ ખંભાળિયા અને પોરબંદરથી ફાયર વિભાગની ટીમોને બોલાવવામાં આવી હતી અને નદીના પાણીમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આખરે મોડીરાત્રે યુવતીનો મૃતદેહ નદીના પાણીમાંથી મળી આવ્યો હતો. આ યુવતીએ કોઈ ઝેરી પદાર્થ ખાધા પછી નદીના પાણીમાં ઝંપલાવ્યાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial