Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વાવાઝોડાથી વિવિધ વિસ્તારોમાં થયેલી તારાજીના દૃશ્યો

વૃક્ષો અને વીજ થાંભલાઓ ધરાશાયી, માર્ગો બંધઃ હોર્ડિંગ સોલાર પેનલ ઉડ્યા, વીજ-વાયરો તૂટતા અંધારપટ છવાયો

                                                                                                                                                                                                      

જામનગર સહિત હાલારમાં ગઈકાલે ઢળતી બપોરે વાવાઝોડા માફક તેજ ગતિએ પવન ફૂંકાયો હતો. આશરે ૬૦ થી ૭૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનની ઝપેટમાં અનેક વૃક્ષો અને વીજપોલ તૂટયા હતાં. વીજ વાયરો પણ તૂટી પડતા કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો, જો કે, વીજ કંપનીની ટીમે તાબડતોબ મરામતની કામગીરી હાથ ધરી હતી. જામનગર શહેરના મહત્તમ વિસ્તારોમાં વૃક્ષો તૂટી પડ્યા હતાં. તો કેટલાક સ્થળોએ વાહન-વ્યવહાર પણ થોડીવાર માટે થંભી જવા પામ્યો હતો. ક્યાંક હોર્ડિંગ્સ ઉડ્યા હતાં, તો અમુક સ્થળે સોલાર પેનલો પણ ઉડીને નીચે ત્રાટકી હતી. અમુક સ્થળોએ વૃક્ષો તૂટીને કાર માથે પડ્યા હતાં. તેમજ મોબાઈલ્સ ટાવર પણ તૂટવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. જો કે, વરસાદ તો નહીંવત હતો, પરંતુ પવનના કારણે વ્યાપક નુકસાન થયું છે. કાલાવડ પંથકમાં વીજળી ત્રાટકતા અનેક મકાનોને નુકસાન થયું છે. આમ અડઘો કલાક ફૂંકાયેલા પવને ભારે વિનાશ વેર્યો હતો. હવે તેની મરામત માટે અને સમેટવામાં સંબંધિત વિભાગોની ટીમની દોડધામ વધી જવા પામી છે. પ્રસ્તુત તસ્વીરો જામનગરના જુદા-જુદા વિસ્તારોમાં મચેલ નુકસાનીનો ચિતાર દર્શાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh