Advertisement
Author: નોબત સમાચાર

કેન્સરની બીમારીથી પીડિત પ્રૌઢનું શ્વાસ લેવામાં તકલીફ થયા પછી સારવારમાં મોત

માછીમારને દરિયામાં આવ્યો હૃદયરોગનો હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતા એક પ્રૌઢ કેન્સરની બીમારીનો ભોગ બન્યા પછી સપ્તાહ પૂર્વે તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડતા સારવાર માટે જામનગર દવાખાને ખસેડાયા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે માછીમારી માટે દરિયામાં ગયેલા નાના આંબલાના માછીમારને હૃદયરોગનો તિવ્ર હુમલો ભરખી ગયો છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાલપુર તાલુકાના પડાણા ગામમાં ગૌશાળા પાસે વસવાટ કરતા મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ ઝાલા (ઉ.વ.પપ) નામના પ્રૌઢને કેન્સરની બીમારી લાગુ પડી હતી. તેની ચાલી રહેલી સારવાર દરમિયાન ગઈ તા.ર૦ના દિને મહેન્દ્રસિંહ જ્યારે સાંજના સમયે પોતાના ઘરે હતા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગતા તેઓને ૧૦૮ મારફત જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન મહેન્દ્રસિંહનું મૃત્યુ નિપજ્યાનું તેમના પુત્ર ઋષિરાજસિંહ ઝાલાએ જાહેર કરતા મેઘપરના જમાદાર વી.સી. જાડેજાએ અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં આવેલા આર.કે. બંદર પર મોરી જેટી પરથી પ્રશાંત રાજ નામની બોટમાં માછીમારી માટે નીકળેલા મૂળ ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામના હુસેનભાઈ જુસબભાઈ ધાવડા (ઉ.વ.પ૬) નામના પ્રૌઢ ગુરૂવારે સાંજે સાતેક વાગ્યે ઓખાના દરિયામાં પચ્ચીસ નોટીકલ માઈલ દૂર હતા ત્યારે બોટના પાછળના ભાગમાં ઉભા હતા.

આ વેળાએ તેઓને હૃદયરોગનો તિવ્ર હુમલો આવી જતાં હુસેનભાઈ બોટમાં ઉથલી પડ્યા હતા. તેઓને કાંઠે ખસેડી સારવારમાં લઈ જવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તે પહેલાં હુસેનભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. ભૂપતભાઈ કારૂભાઈ સોલંકીએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh