Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈની લોન માટે જામીન બનતા પહેલા ચેતજો
નવી દિલ્હી તા. ર૭: આપણા નજીકના મિત્રો કે સગા લોન લેતા હોય તો સહી કરતા પહેલા ચેતવા જેવું છે, કારણ કે લોન ગેરંટર અંગે સુપ્રિમ કોર્ટે મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે.
સામાન્ય રીતે આપણે મિત્રો કે સંબંધીઓની મદદ કરવા માટે લોનમાં ગેરંટર બની જતા હોઈએ છીએ, પરંતુ સુપ્રિમ કોર્ટનો તાજેતરનો એક ચૂકાદો ગેરંટર બનનારા લોકો માટે લાલબત્તી સમાન છે. સુપ્રિમ કોર્ટે ગુરુવારે સ્પષ્ટ કર્યું છે કે, 'ઈનસોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ' હેઠળ જો કોઈ લોન ડિફોલ્ટ થાય, તો બેંક મુખ્ય લેણદાર (ઉધાર લેનાર) અને કોર્પોરેટ ગેરંટર બન્ને સામે એકસાથે વસૂલાતની પ્રક્રિયા શરૂ કરી શકે છે. કોર્ટે જણાવ્યું કે ભારતીય કરાર અધિનિયમની કલમ ૧ર૮ મુજબ, લોન ચૂકવવાની જવાબદારી જેટલી ઉધાર લેનારની છે, તેટલી જ જવાબદારી ગેરંટરની પણ છે.
અગાઉના નિયમ મુજબ જો એક જ લોન માટે બે ગેરંટર હોય તો બેંક એક સમયે માત્ર એક જ વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરી શકતી હતી. આ કારણે બેંકોને નાણા વસૂલવામાં વર્ષો વીતી જતા હતાં, જો કે જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે જુના ચૂકાદાઓને રદ્ કરતા જણાવ્યું છે કે, હવે બેંકો પોતાની બાકી રકમ વસૂલવા માટે લેણદાર અને તમામ ગેરંટરો સામે એક જ દિવસે કેસ દાખલ કરી શકે છે. આ નિર્ણયથી બેંકો અને નાણાકીય સંસ્થાઓને મોટી રાહત મળી છે. જ્યારે લોન ગેરંટરની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ ચૂકાદા પછી હવે ગેરંટર એવું વિચારીને નિશ્ચિત નહી રહી શકે કે કંપનીની હરાજીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં સુધી તેમને કોઈ ખતરો નથી. જો કંપની વેંચાયા પછી પણ બેંકનું દેવું પૂરેપૂરૃં ભરપાઈ ન થાય, તો બેંક બાકીના પૈસા વસૂલવા માટે ગેરંટર અથવા પ્રમોટરોની અંગત મિલકતો જેવી કે ફિક્સ ડિપોઝિટ, બેંક બેલેન્સ, મ્યુચ્યુઅલ ફંડ કે પ્રોપર્ટી પણ જપ્ત કરી શકે છે. આમ હવે કોઈની લોનમાં ગેરંટર બનતા પહેલા તેની આર્થિક ગંભીરતા સમજવી અત્યંત મહત્ત્વની બની ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial