Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નગરપાલિકામાં વ્યાપક ભ્રષ્ટાચારઃ વહીવટદારના શાસનમાં પણ સ્થિતિ યથાવત

"ન.પા. એટલે ભ્રષ્ટાચારનો પર્યાય !"

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૮: ખંભાળીયા પાલિકામાં એટલા બધા ભ્રષ્ટાચાર થાય છે, તથા આંખઆડા કાન કરવાના કોન્ટ્રાક્ટર પાસેથી 'નૈવેદ્ય' લેવામાં તથા ભાગ લેવાના એટલા બધા કહેવાતા ભ્રષ્ટાચારો થાય છે કે પાલિકા ખંભાળીયા એટલે ભ્રષ્ટાચારનો પર્યાય શબ્દ બની ગયાની સ્થિતિ જેવું લાગે છે...!!

વહીવટદાર શાસનમાં પણ સ્થિતિ યથાવત !!

સામાન્ય રીતે ચૂંટાયેલા પદાધિકારીઓના જ શાસનમાં ભ્રષ્ટાચાર ચાલતો હોય છે, જ્યારે અહીં હાલમાં વર્ગ-ર ના જી.એ.એસ. અધિકારીનું વહીવટદાર શાસન છે, તેમાં પણ ભ્રષ્ટાચાર યથાવત છે !!

ખંભાળીયા પાલિકા વર્ષોથી કચરાના ઢગલા ગામમાંથી એકત્ર કરીને તરઘડી પાસે ડમ્પીંગયાર્ડમાં કચરો નાખતું હતું જ્યાં વારંવાર આગના બનાવો બનતા તથા વર્ષોની ગંદકીથી ગંધાતી પરિસ્થિતિનું સ્થળ હતું. જેની પાલિકાને રાજય સરકારે ખાસ ગ્રાન્ટ આપીને અઢી કરોડના ખર્ચે આ કચરાના નિકાલની પ્રક્રિયા શરૂ થઈ અને ભ્રષ્ટાચારની 'ગંગા' શરૂ થઈ...!!

કોન્ટ્રાક્ટરને એક ટન કચરાના નિકાલ માટે રૂ।. ૩પ૦ ચૂકવવાના છે, એટલે કે ર૦ ટનના ટ્રકના સાત હજાર ચૂકવવાના થાય પણ પાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠના ભ્રષ્ટાચારથી અહીં પાલિકાનો કોઈ કર્મચારી કે અધિકારી કોન્ટ્રાક્ટર પર દેખરેખમાં જ નથી !! કોન્ટ્રાક્ટર જાતે માલ ભરે, જાતે વે બ્રીજમાં તોલે અને જાતે ચિઠ્ઠી બનાવે જાતે જ !! એક ટ્રક બે-કે ચાર વખત એનો એ જ બનાવે કોઈ કહેવાવાળું જ નહીં !! નવાઈની વાત એ છે કે, અગાઉ ડોર-ટુ-ડોર કચરાના માસિક ૧૧/૧ર લાખના કોન્ટ્રાક્ટમાં પણ વીડિયો શૂટીંગ અને માણસોને વાહનો ગણવા રખાયેલા વે બ્રીજ પર ચેકીંગ સરપ્રાઈઝ ચેકીંગ થતું. જ્યારે અઢી કરોડના કામમાં પાલિકાએ કોઈ જ માણસો રાખ્યા નથી. કેટલા પૈસા માણસો ન રાખવાના મળ્યા હશે કલ્પના કરો...!!

નિયમ મુજબ કચરો હોય તેનું સફાઈ કાર્ય કરી 'કન્વેયર બેલ્ટ પરથી તેને છૂટો કરી તેમાંથી માટી, પ્લાસ્ટિક, ડૂચો અલગ થાય છે જેને પાલિકા વેંચાણ કરી શકે, ભરતીમાં ઉપયોગ, પ્લાસ્ટિકનું ભંગારમાં વેંચાણ થઈ શકે તથા પર્યાવરણ ખાતાની મંજૂરી લેવી પડે, પણ અહીં તો આવું કાંઈ જ ના થતા પાલિકાને રોજનું લાખોનું નુકસાન થાય છે, પણ અંગત ફાયદા માટે આ નુકસાન સામાન્ય ગણવામાં આવે છે !! કોન્ટ્રાક્ટર ડમ્પરો ભરીને કચરો ક્યાં નાખે છે ? તે પણ પ્રશ્ન છે...!!

અહીં વે બ્રિજ બગડેલો છે તેને પણ કોન્ટ્રાકટર જાતે રીપેરીંગ કે સેટીંગ કરીને ચલાવે છે અને તેની પાવતી માન્ય રખાય છે.!!

અઢી કરોડ જેવી જંગી રકમમાં કોન્ટ્રાક્ટર પર ક્યાંય કોઈ દેખરેખ ના હોય, અધિકારીઓને પૈસા મળી ગયા હોય પછી કંઈ ના જોવાનું હોયની સ્થિતિ જેવું લાગે છે...!!

આવા કરોડોના કામોમાં લાખોના ભ્રષ્ટાચારો થતા હોય, અનેક ઉમેદવારોએ પાલિકામાં ટિકીટ માંગી છે, કે ૩/૪ લાખ ખર્ચી પાલિકા સભ્ય થઈ જવાથી મોટો બિઝનેસ ચાલે છે !! નવાઈની વાત છે કે, સામાન્ય જનતા આવા  ભ્રષ્ટાચાર જાણે છે, પરંતુ ભાજપના હોદ્દેદારોને 'ખબર જ' નથી !!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh