Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૨-૮-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રશીયાનું ક્રુડ ખરીદવા બદલ પેનલ્ટી સહિતના પગલાં લઈને દબાણ વધારી રહ્યા હોવા સાથે યુરોપના દેશોનું પણ વધતું દબાણ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ટ્રમ્પના દબાણને વશ નહીં થઈ ભારતની એનર્જી સિક્યુરિટીઝ માટે મક્કમ રહેતાં રશીયાના ક્રુડ ઓઈલની ભારતમાં અવિરત ડિલિવરી ચાલુ રહેતાં આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
અમેરિકામાં રોજગારીમાં વૃદ્વિ અપેક્ષાથી ઓછી છતાં ટ્રમ્પ સરકાર માટે પણ તેમની ટરિફ નીતિઓને લઈ આક્રમક વલણ છોડવું પડે એવી શકયતાએ લોકલ ફંડોની શેરોમાં મોટી ખરીદી સાથે ફોરેનના ફંડો ઘટાડે લેવાલ રહેતા સેન્ટીમેન્ટ તેજી તરફી રહ્યું હતું.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૮%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૨૫% અને નેસ્ડેક ૦.૩૦% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૦% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૯૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૨૨ અને વધનારની સંખ્યા ૨૧૨૯ રહી હતી, ૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર રિયલ્ટી, બેન્કેકસ, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીસીએસ લિ., લાર્સેન લિ., ઇન્ફોસિસ લિ., રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈટીસી લિ. અને એચસીએલ ટેકનોલોજી જેવા શેરો ૧.૫૦% થી ૦.૫૦% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે ઇતર્નલ લિ., બજાજ ફાઈનાન્સ, બીઈએલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટ્રેન્ટ લિ., એચડીએફસી બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવા શેરો ૧.૦૦% થી ૦.૫૦% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૧,૦૦,૩૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૦,૩૯૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૦,૧૮૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૮૫ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૦૦,૨૩૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૧,૧૩,૨૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૩,૭૫૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૩,૨૯૬ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૬૪ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૧૩,૫૬૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર સ્પેસિફિક મુવમેન્ટ... આગામી દિવસોમાં શેરબજારમાં કેટલીક પસંદગી યોગ્ય સેક્ટરોમાં તેજી જોવા મળી શકે છે, જ્યારે કેટલાક સેક્ટરોમાં દબાણની સ્થિતિ રહી શકે છે. ખાસ કરીને આઈટી અને ફાર્મા સેક્ટર ફરીથી મજબૂતી દાખવી શકે છે, કારણ કે વૈશ્વિક માગમાં સુધારો અને રૂપિયામાં ઉછાળાના કારણે આ સેક્ટરોને ફાયદો થઈ શકે છે. એ ઉપરાંત, એફએમસીજી સેક્ટર પણ સારા માનસૂનના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ખપતમાં વૃદ્ધિની આશા સાથે મજબૂત દેખાઈ રહ્યો છે.
બીજી તરફ જો વાત કરીએ તો ઓટો અને મેટલ સેક્ટર પર દબાણ રહી શકે છે, કારણ કે ચીનમાંથી આયાતી માંગમાં ઘટાડો થયો છે અને કાચા માલના ભાવમાં અસ્થિરતા છે. બેંકિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં મિશ્ર પ્રભાવ જોવા મળી શકે છે. ખાનગી બેંકો માટે તો અપસાઈડ સ્પેસ છે, પરંતુ પીએસયુ બેંકોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે.
બજારની ભાવિ દિશા.... મિત્રો, અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર વધારાના ૨૫% ટેરિફ લગાવવાની જાહેરાત બાદ નિકાસલક્ષી ઉદ્યોગોમાં ભારે ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને ગારમેન્ટ્સ, ઓટો કમ્પોનેન્ટ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી તથા ફૂટવેર જેવા ઉદ્યોગો, જે અમેરિકામાં વિશાળ નિકાસ બજાર ધરાવે છે, તેઓ પર સીધી અસર થવાની શક્યતા છે. માઇક્રો અને મીડિયમ એપરલ યુનિટ્સ માટે આટલો ઊંચો ટેરિફ અસહ્ય સાબિત થઈ શકે છે. વર્ષ ૨૦૨૪માં ભારતમાંથી કુલ ગારમેન્ટ નિકાસમાંથી ૩૩% નિકાસ અમેરિકામાં થઈ હતી, જેના કારણે આ નિર્ણય ગારમેન્ટ ઉદ્યોગ માટે મોટો ઝટકો બની શકે છે. ઓટો કમ્પોનેન્ટ ઉદ્યોગ માટે પણ અમેરિકા એક મહત્વપૂર્ણ વેપાર ભાગીદાર છે.
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતમાંથી કુલ ૨૨.૯૦ અબજ ડોલરની ઓટો કમ્પોનેન્ટ નિકાસ થઈ, જેમાંથી ૨૭% અમેરિકામાં ગઈ હતી. વધેલા ટેરિફના કારણે ટૂંકા ગાળે પડકારો ઊભા થશે, જેથી સ્પર્ધાત્મકતા જાળવવા અને નવી બજારો શોધવા પર ભાર મૂકવો પડશે. શેરબજારની દ્રષ્ટિએ, આ જાહેરાત બાદ ટૂંકાગાળે દબાણ જોવા મળી શકે છે. આઈટી, ફાર્મા, ટેક્સટાઇલ અને કેટલાક મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ્સમાં રોકાણકારો સાવચેત વલણ અપનાવી શકે છે, જ્યારે વિદેશી રોકાણકારો તરફથી વેચવાલી વધવાની સંભાવના છે. તેમ છતાં, સ્થાનિક રોકાણકારોની મજબૂત હાજરી અને લાંબા ગાળાના ફંડામેન્ટલ્સ મજબૂત હોવાને કારણે મોટા ઘટાડાની શક્યતા ઓછી છે. જો આવનારા દિવસોમાં અમેરિકા-ભારત વચ્ચે વ્યાપાર કરાર થાય અને ટેરિફ મુદ્દે રાહત મળે, તો બજારમાં ઝડપથી રિકવરી આવી શકે છે.