Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ૨૮: સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વયવંદના કાર્યક્રમમાં ૭૦ વર્ષથી ઉપરના લોકોને ૧૦ લાખની કોઈપણ મર્યાદા વગરની આરોગ્ય સવલતો માટેનો કાર્યક્રમ આયુષ્માન કાર્ડના સંદર્ભમાં ચાલુ થતાં ગુજરાત રાજ્યના તમામ વિભાગોમાં ગઈકાલે એક દિવસમાં ૧૨૩૮૨ કાર્ડ તથા તેમાં રેકોર્ડ સાથે દ્વારકા જિલ્લામાં ૨૩૪૩ કાર્ડ બનતા આયુષ્માન કામગીરીમાં રાજ્યમાં પ્રથમ નંબરે દ્વારકા જિલ્લો આવ્યો છે.
જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રીઓ યુવરાજસિંહ વાઢેર, રસીકભાઈ નકુમ, ભરતભાઈ ગોજીયા, મોહનભાઈ બારાઈ, ખેરાજભાઈ કેર, ગીતાબેન જાડેજા, રાજુભાઈ સરસીયા વગેરે જિલ્લાની ટીમ તથા દરેક મંડળોની ટીમ દ્વારા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦૦ સ્થળે રાત્રિ કેમ્પો યોજાયા હતા. જેમાં વિશાળ સંખ્યામાં લોકોએ આ કાર્ડનો લાભ લીધો હતો. ખંભાળીયા શહેરમાં સાતેય વોર્ડમાં પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવાના કેમ્પ યોજાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial