Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક આરોપી તરફથી એલએડીસીના વકીલ બચાવ પક્ષે હતાં:
જામનગર તા. ર૬: જામનગરના નવાગામ ઘેડના લગભગ નવ વર્ષ જુના હત્યાના કેસમાં પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો હુકમ ફરમાવ્યો હતો.
આ કેસની વિગત એવી છે કે મોટા થાવરિયા ગામની સીમમાં આવેલ પ્રવિણભાઈ વૃજલાલ ઠાકર ફાર્મહાઉસ સીદિકભાઈ ખીયાણીના કારણે વેંચવામાં અવરોધ ઊભો થતા સ્વ. પ્રવિણભાઈ ઠાકરે નવાગામ ઘેડમાં તે સમયે રહેતા સુખદેવસિંહ સોઢા અને ઈમરાન દાઉદ કા રાજાણી સાથે પૂર્ણઆયોજીત કાવતરૂ રચી દેશી બનાવટની પિસ્તોલથી ગોળીબાર કરીને તથા કૂહાડાના ઘા મારીને સીદિકભાઈની હત્યા કરી હોવાની ફરિયાદ સિટી 'બી' ડિવિઝનમાં નોંધાઈ હતી, અને ચીફ જ્યુડિ. મેજિસ્ટ્રેટની અદાલતમાં ચાર્જસીટ મૂકાયું હતું, અને કેસ સેસન્સ કમિટ થયો હતો.
એ પછી કેસની સુનાવણી દરમિયાન આ સમયગાળામાં પ્રવિણભાઈ વૃજલાલ ઠાકરનું મૃત્યુ થતા તેના પૂરતો કેસ એબેટ કરીને બાકીના બન્ને આરોપીઓ સામે સુનાવણી થતી રહી હતી.
વર્ષ ર૦૧૬ ની ત્રીજી એપ્રિલે થયેલી આ હત્યાના ગુન્હાની થયેલી તબક્કાવાર સુનાવણીઓ દરમિયાન ફરિયાદી અને મૃતકના પુત્ર અલીઅકબર ખિયાણી, પંચો, સાહેદો, મેડિકલ ઓફિસર, તલાટી-કમ-મંત્રી, પીએસઓ સહિત ૩૬ સાહેદોની જુબાની લેવામાં આવી હતી, અને ર૯ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતાં.
સુનાવણી દરમિયાન આરોપી ઈમરાન દાઉદ કા રાજાણી તરફથી એલએડીસીએ ફાળવેલા વકીલ એમ.બી. સોમૈયાએ જુબાનીઓ, સરતપાસ, ઉલટતપાસ અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન દલીલો બચાવપક્ષ તરફે રજૂ કરી હતી.
આ કેસની લાંબી ચાલેલી સુનાવણી તથા રજૂ થયેલા પુરાવા તથા ફરિયાદ પક્ષ તેમજ આરોપીઓ તરફથી કરેલી દલીલો પછી અદાલતે તેની મુદ્દાવાર છણાવટ કરીને સાપરાધ મનુષ્યવધ થયો હોવાનું તારણ કાઢ્યું હતું, પરંતુ આરોપીઓ સામે હત્યાનો અપરાધ પુરાવાના અભાવે પૂરવાર ન થતા આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો હુકમ એડિશનલ સેસન્સ જજ શ્રી વી.પી. અગ્રવાલ સાહેબે કરેલ હતો. આમ, લિગલ એઈડ કાઉન્સીલે ફાળવેલા એડવોકેટ મનિષભાઈ સોમૈયા દ્વારા રજૂ થયેલી દલીલો પછી આરોપીનો નિર્દોષ છૂટકારો ફરમાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial