Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'આપ'ના નેતા ઈશુદાન ગઢવી દ્વારા
ખભાળીયા તા. ૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં સતત ૧૫ દિવસથી ધરતીકંપના આંચકા આવતા હોય, લોકોમાં ખૂબ ભય હોય તથા આ ભૂકંપના આંચકાઓને કારણો ન જણાતા આમઆદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા તાકીદે લોકોનો ભય દૂર કરવા માટે ડીઝાસ્ટરની નિષ્ણાત ટીમો મોકલીને તપાસ કરવા તથા ગામમાં મિટિંગો કરવા માંગણી કરાઈ છે.
ઈશુદાન ગઢવીએ જણાવેલ કે દિવસે અને રાત્રે નાના-મોટા આંચકાઓ આવી રહ્યા છે. જેનાથી ખૂબજ ભયભીત થાય છે. આ આંચકાઓને લીધે લોકો સતત ટેન્શનમાં રહેતા હોય, જિલ્લા તથા તાલુકા વહિવટી તંત્ર દ્વારા બેઠક કરીને લોકોનો ભય દૂર થાય તેવા પ્રયાસો કરવા માંગણી કરાઈ છે. ગ્રામજનો મોટા પ્રમાણભાં ભયભીત હોય, તેમનો ભય દૂર કરવાના પ્રયાસોની પણ માંગ કરાઈ છે.
તંત્રને પછી ખબર પડે છે
સામાન્ય રીતે ભૂકંપના આંચકાની સિસ્મોલોજી તંત્રને રાજ્યકક્ષાએ ખબર પડતી હોય છે. પણ પંદર દિવસ પહેલા ધડાકા અને ભૂકંપના આંચકા આવ્યા તે ભાણવડની પ્રજાએ પહેલાં કહ્યું હતું તે પછી તેમના ધ્યાને આ ભૂકંપ આંચકા આવ્યા અને તપાસ ટીમો પણ મોકલાઈ તે આશ્ચર્યજનક છે. રાજ્યતંત્ર ને કેમ પહેલાથી ખબર ના પડી !!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial