Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરાયું:
નવી દિલ્હી તા. ૧૪: ઉત્તર ભારતમાં ઠંડી ધીમે ધીમે વધી રહી છે, જ્યારે દેશના અન્ય ભાગો પણ તેની અસર અનુભવી રહ્યા છે. હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ઠંડી, ધુમ્મસ અને ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. પશ્ચિમ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ આગામી ત્રણ દિવસ સુધી ઠંડીના પ્રભાવ હેઠળ રહેશે, જ્યારે તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ અનુસાર ૧૩ અને ૧૬-૧૮ નવેમ્બર દરમિયાન તમિલનાડુના વિવિધ ભાગોમાં છૂટાછવાયા વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત ૧૩ થી ૧૭ નવેમ્બર દરમિયાન કેરળ અને માહેમાં ભારે વરસાદની શક્યતા છે. ૧૭-૧૯ નવેમ્બર દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા, દરિયાકાંઠાના કર્ણાટક અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ વરસાદની આગાહી છે.
પશ્ચિમ મધ્યપ્રદેશમાં ૧૩ અને ૧૪ નવેમ્બરે તીવ્ર શીત લહેરથી લઈને ૧પ અને ક્ષ૬ નવેમ્બરે શીત લહેરની સ્થિતિનો અનુભવ થશે. છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ૧૩ થી ૧૬ નવેમ્બર દરમિયાન શીત લહેરની સ્થિતિની અપેક્ષા છે.
ઉત્તરપૂર્વ ભારત અને ઉત્તરપ્રદેશમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ ધુમ્મસની સ્થિતિ ચાલુ રહેશે. પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી લઘુતમ તાપમાન યથાવત્ રહેશે, પરંતુ તે સમયગાળા પછી ઉત્તર મહારાષ્ટ્રમાં તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.
જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં અનેક સ્થળોએ લઘુતમ તાપમાન સાતથી દસ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પંજાબ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં પણ શીત લહેરની સ્થિતિ અનુભવાઈ હતી. ઉત્તરાખંડ, ઉત્તરપૂર્વિય રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર છત્તીસગઢ અને ઉત્તરપ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ લઘુતમ તાપમાન સામાન્યથી નીચે હતું.
તેલંગણા, મરાઠવાડા, ઝારખંડ, વિદર્ભ અને છત્તીસગઢના ઘણાં વિસ્તારોમાં તાપમાન સામાન્યથી નીચે હતું. પૂર્વિ મધ્યપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન સામાન્યથી નીચે હતું. ભારતના મેદાની વિસ્તારોમાં સૌથી ઓછું તાપમાન મધ્યપ્રદેશના રાજગઢમાં ૭.૪ ડીગ્રી સેલ્સિયસ અને છત્તીસગઢના અંબિકાપુરમાં ૭.૪ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
સમગ્ર ભારતમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં રાત્રિનું તાપમાન શૂન્ય કે તેથી નીચે પહોંચી ગયું છે. શ્રીનગરમાં માઈનસ ર.૧ ડીગ્રી સેલ્સિયસ તાપમાનની સાથે સિઝનની સૌથી ઠંડી રાત્રિ જોવા મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial