Advertisement
Author: નોબત સમાચાર

સહકારી મંડળીઓ-સ્વસહાય જૂથો દ્વારા નિર્મિત ચીજો ખરીદી આત્મનિર્ભર બનીએઃ સહકાર મંત્રી વિશ્વકર્મા

પ્રાથમિક સહકારી મંડળીઓને પારદર્શક અને આર્થિક રીતે જીવંત બનાવીએ, સહકારી બેંકોને મજૂબત બનાવીએઃ સાંસદ પૂનમબેન માડમ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૦: રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જામનગરમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓનો સેમિનાર યોજાયો હતો, જેમાં સાંસદ, મેયર, ધારાસભ્યો, સચિવ, સહકારી ક્ષેત્રની સંસ્થાઓના હોદ્દેદારો સહિતના મહાનુભાવો જોડાયા હતાં, અને વોકલ ફોર લોકલ ટુ ગ્લોબલનો સિદ્ધાંત સમજાવ્યો હતો.

રાજ્યના સહકાર મંત્રી જગદીશ ભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને જામનગર વાસા વિરા લેઉઆ પટેલ સમાજમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓનો સેમિનાર યોજવામાં આવ્યો હતો.

આ સેમિનારમાં વિવિધ સહકારી મંડળીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ પહેલ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે જામનગર જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી અને પહેલ થકી સારી આવક મેળવનાર સહકારી મંડળીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ મંડળીઓના પ્રમુખ સાથે મંત્રી વિશ્વકર્માએ સંવાદ કર્યો હતો.

આ બેઠકમાં સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગવી પહેલથી ભારતમાં નવીન સહકારિતા મંત્રાલયના નિર્માણ ૫છી પ્રથમ સહકારિતા મંત્રી તરીકે  અમિતભાઈ શાહની આગેવાનીમાં દેશમાં સહકારિતા ક્ષેત્રે અનેકવિધ નવા પ્રકલ્પો શરૂ થયા છે.  સહકાર મંત્રાલયએ ટૂંકા ગાળામાં સહકારી ક્ષેત્રે અનેક અસરકારક ઈનિશ્યેટીવ્ઝ લીધા છે. ૨૦૨૫નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે કો-ઓપરેટિવ બિલ્ડ ધ બેટર વર્લ્ડની થીમ સાથે ઉજવાઈ રહ્યું છે.

છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં સહકારી ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે.  આત્મનિર્ભરતા માટે આપણે સહકારી મંડળીઓ, સ્વ સહાય જૂથોની મંડળીઓ દ્વારા બનાવાયેલી ચીજ વસ્તુઓ ખરીદીને આત્મનિર્ભર ભારત સાથે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલને વેગ આપી શકીએ. જિલ્લાનું સહકારી માળખું વધુ મજબૂત બનાવવા ગામોની સહકારી મંડળીને માઇક્રો એટીએમ વિનામૂલ્યે આપવાનો નિર્ણય લેવાયો છે. આથી ગામડાના ખેડૂત કે દૂધ ઉત્પાદકોને નાણાકીય લેવડ દેવડ માટે જિલ્લા મથકે ધક્કા ખાવા પડતાં નથી .

સહકાર વિભાગનો મુખ્ય ઉદ્દેશ દેશમાં સહકારી પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવી, દરેક ગામ સુધી આ પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવો તથા સહકાર આધારિત ઇકોનોમીનું એક એવું મોડલ તૈયાર કરવાનો છે, જેમાં સહકારી સંસ્થાનો દરેક સભ્ય જવાબદારીની ભાવના સાથે સક્રિયપણે યોગદાન આપે. આ ઉદ્દેશને ચરિતાર્થ કરવા માટે કેન્દ્ર સરકારની (પીએસીએ) પ્રાકૃતિક કૃષિ ધિરાણ મંડળીઓ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, જ્યાં કો-ઓપરેટિવ એક્ટિવિટી સાથે જોડાયેલા લોકોના સૌથી વધુ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. ખેતી અને પશુપાલન હશે તો ગામડાઓ મજબૂત બનશે. અને ગામડાઓ મજબૂત બનશે તો દેશ મજબૂત બનશે. આ ઉપરાંત તેમણે પ્રાકૃતિક કૃષિ તરફ આગળ  વધી તેના દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરી આત્મનિર્ભર અને વોકલ ફોર લોકલના સૂત્રને ખરા અર્થમાં સાકાર  કરવા જણાવ્યું હતું.

કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, સહકાર મંત્રાલયે તમામ પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓને એક યુનિફાઇડ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ પ્લેટફૉર્મ પર એકીકૃત કરવા માટે ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓને  કમ્પ્યુટરાઇઝેશન યોજના અમલમાં મૂકી છે. *સહકાર સે સમૃદ્ધિ* ના વિઝનને સાકાર કરવા, દેશમાં સહકારી ચળવળને મજબૂત બનાવવા, પાયાના સ્તર સુધી તેની પહોંચને વધુ ગાઢ બનાવવા અને સહકારી મંડળીઓની કામગીરી, ઉત્પાદકતા અને નફાકારકતા વધારવા માટે, સહકાર મંત્રાલય દ્વારા તેની સ્થાપનાથી જ વિવિધ પહેલ કરવામાં આવી છે, જેમ કે પ્રાથમિક સહકારી મંડળીઓને પારદર્શક અને આર્થિક રીતે જીવંત બનાવવી, શહેરી અને ગ્રામીણ સહકારી બેંકોને મજબૂત બનાવવી, આવકવેરા કાયદામાં સહકારી મંડળીઓને રાહત, રાષ્ટ્રીય સ્તરે ત્રણ નવી બહુ-રાજ્ય મંડળીઓ, સહકારી મંડળીઓમાં ક્ષમતા નિર્માણ 'વ્યવસાય કરવાની સરળતા' માટે માહિતી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વશ્રી મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, અગ્રણીઓ ડો. વિનોદભાઈ ભંડેરી, બીનાબેન કોઠારી, જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડના ચેરમેન જીતુલાલ, સહકાર વિભાગના સચિવશ્રી સંદીપ કુમાર, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટરશ્રી ધરમશીભાઈ ચનીયારા, વાઈસ ચેરમેન બળદેવસિંહ જાડેજા, ડાયરેકટર પ્રવીણસિંહ ઝાલા, દૂધસંઘના ચેરમેન કાનજીભાઈ, જિલ્લા રજીસ્ટ્રાર અજય સિદ્ધપુરા, માર્કેટિંગ યાર્ડના ચેરમેનો, સહકારી મંડળીઓના હોદ્દેદારો, અધિકારીઓ, અગ્રણીઓ વગેરે હાજર રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh