Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંધાશ્રમ આવાસના બીજા માળેથી પડી જતાં વૃદ્ધનું મૃત્યુઃ
જામનગર તા. ૪: જામનગરના ખોળમીલના ઢાળીયા પાસે વસવાટ કરતા એક યુવાને છએક મહિનાથી પુત્રોને સાથે રાખી રિસામણે ચાલ્યા ગયેલા પત્નીના કારણે એકલવાયા જીવનથી કંટાળી જઈ ગઈકાલે રાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. જ્યારે એક બીમાર વૃદ્ધ અંધાશ્રમ આવાસના બ્લોક નં.ર૮ના બીજા માળેથી કોઈ રીતે પડી ગયા પછી મોતને શરણ થયા છે.
જામનગરના બેડી વિસ્તારમાં આવેલા ખોળમીલના ઢાળીયા પાસે રામનગરમાં મંદિર નજીક વસવાટ કરતા બ્રિજરાજસિંહ કિરીટસિંહ પરમાર ઉર્ફે લાલા (ઉ.વ.૩પ) નામના યુવાને ગઈકાલે રાત્રે પોતાના ઘરમાં એક ઓરડાની છતમાં રહેલા હુંકમાં ખાટલામાં ભરવાની પ્લાસ્ટિકની પાટી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની તેમના પરિવારને જાણ થતાં બ્રિજરાજસિંહને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે મુનીબા ભરતસિંહ પરમારનું નિવેદન નોંધ્યું છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ છએક મહિના પહેલાં બ્રિજરાજસિંહના પત્ની બંને પુત્રોને સાથે રાખી રિસામણે ચાલ્યા ગયા હતા. ત્યારથી આ યુવાન એકલવાયુ જીવન જીવતા હતા. તેનાથી કંટાળી જઈ આ યુવાને આત્મહત્યાનું પગલું ભર્યું છે. પીએસઆઈ કે.એન. જાડેજાએ નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ વિસ્તારમાં આવેલી ડીફેન્સ કોલોનીમાં વસવાટ કરતા ગણેશભાઈ લખજીભાઈ પાટીલ (ઉ.વ.૬૭) નામના મહારાષ્ટ્રીયન વૃદ્ધ ફેફસા તથા શ્વાસ અને બીપીની બીમારીથી પીડાતા હતા. તેઓ ગઈરાત્રે અંધાશ્રમ આવાસના બ્લોક નં.ર૮ પાસે પહોંચ્યા હતા. જ્યાં કોઈ રીતે બીજા માળેથી આ વૃદ્ધ પડી ગયા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર ગૌતમભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial