| | |

દિલ્હી સહિત ઉ. ભારતમાં વરસાદી માહોલ

નવી દિલ્હી તા. ૧૫ઃ રાજધાની દિલ્હી સહિત ઉ. ભારતમાં વાતાવરણ અચાનક પલટાયું છે.

દેશની રાજધાની દિલ્હી સહિત ઉ. ભારતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલના કારણે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.

દિલ્હી, નોઈડા, ચંદીગઢ અને ગાઝસયાબાદમાં વરસાદી ઝાંપટા પડતા લોકોને ગરમીમાં રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉ. પશ્ચિમ ભારતમાં તબક્કાવાર ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, જેના કારણે મેદાની વિસ્તારો ઉપરાંત પહાડી ક્ષેત્રોમાં પણ હવામાન પૂર્ણ રીતે બદલાઈ ગયું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ રાજસ્થાનથી માંડીને હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં વાદળો ઘેરાઈ રહ્યા છે.

હવામાન વિભાગે જણાવ્યા મુજબ પૂર્વ ઈરાન અને પાકિસ્તાનના માર્ગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉ. પશ્ચિમ ભારતમાં પ્રવેશ્યું છે.

જો કે, મહારાષ્ટ્રના વિદર્ભ, છત્તીસગઢ, તેલંગણા, તામિલનાડુ અને પોંડીચેરીમાં ગરમ હવાઓનો પ્રકોપ વધશે. રાજસ્થાનમાં કેટલાક સ્થળે ધૂળ ભરેલી આંધીની આગાહી પણ કરવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit