| | |

જામનગરમાં રહેણાક મકાનમાં ઝડપાઈ ઘોડીપાસાની ક્લબ

જામનગર તા. ૧૫ઃ જામનગરના મહાદેવનગર નજીક માળીયા આવાસ સામે એક મકાનમાં ધમધમતા ઘોડીપાસાના અખાડા પર ત્રાટકેલી પોલીસે અગિયાર પંટરની ધરપકડ કરી છે જ્યારે નાલ ઉઘરાવતા મકાનમાલિક સહિતના ત્રણ છનનન થઈ ગયા છે. પટ્ટમાંથી રોકડ તથા સાત મોબાઈલ મળી સત્તાણું હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જામનગરના મહાદેવનગર-લક્ષ્મીનગર વિસ્તારમાં માળીયા આવાસની સામે એક મકાનમાં કેટલાક શખ્સો મકાનમાલિકને નાલ આપી ઘોડીપાસા વડે જુગાર રમતા હોવાની બાતમી સિટી 'સી' ડિવિઝનના એએસઆઈ અબ્દુલરજાક કુરેશી તથા રાજેન્દ્રસિંહ બચુભાને મળતા પીઆઈ આર.જે. પાંડરના વડપણ હેઠળ પોલીસે ત્યાં આવેલા કિશોર માવજીભાઈ મકવાણાના રહેણાકમાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળે કિશોરને નાલ આપી ઘોડીપાસા ફેંકી જુગાર રમી રહેલા આમદ ઓસમાણ ખફી, જેન્તિભાઈ હરીભાઈ નંદા, અલ્લારખા હાજીભાઈ બાબવાણી, બસીર અબ્બાસ બાબવાણી, અલ્તાફ ગફાર પીંજારા, હાર્દિક કાન્તિલાલ જોશી, ધર્મેશ મગનલાલ જોઈસર, વિનોદ દામજીભાઈ મંગે, નવીન મેઘરાજ આહુજા, ધનરાજ રાદેવ ચારણ તથા વિનોદ ટેકચંદ રામનાણી નામના અગિયાર શખ્સો મળી આવ્યા હતાં જ્યારે મકાનમાલિક કિશોર તેમજ ઈકબાલ પુંજા ખફી અને લાખા દલુ ધારાણી નામના ત્રણ શખ્સો નાસી ગયા હતાં.

આ સ્થળેથી પોલીસે રૃા. ૯૦,૯૫૦ રોકડા, સાત મોબાઈલ મળી કુલ રૃા. ૯૭,૪૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. ચૌદેય વ્યક્તિઓ સામે જુગારધારાની કલમ ૪,૫ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit