અવન્તિકાના ગેઈટ પાસે જ કચરા-ગંદકીથી ઉભરાતું કન્ટેનરઃ ઢોરના જમાવડાથી ત્રાસ


જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા કચરાના કન્ટેનર મૂકવામાં આડેધડ કામગીરી થઈ રહી છે. શહેરમાં અનેક મુખ્ય માર્ગો, મુખ્ય ચોકમાં આડેધડ રીતે કન્ટેનર મૂકવામાં આવ્યા છે અને પરિણામે અનેક ફરિયાદો ઉઠવા પામી છે. જેમાં લીમડા લેનમાં આવેલ અવન્તિકા એપાર્ટમેન્ટના ગેઈટ પાસે જ કચરાનું કન્ટેનર મૂકવામાં આવ્યું છે. જે અગાઉ ક્રિકેટ બંગલાની દિવાલ પાસે વરસોથી હતું. આ કન્ટેનરમાં અને આસપાસ કચરો, ગંદકી, એંઠવાડ, પ્લાસ્ટિક વેસ્ટ વિગેરે ઠલવાતા રહે છે અને પરિણામમે આ કન્ટેનર આસપાસ ઢોરનો જમાવડો થાય છે. કચરાની ગંદકી ચારે તરફ ફેલાય છે. કચરા ઉપરાંત ઢોરના છાણ-મૂત્રના કારણે ચોમેર દુર્ગંધ ફેલાયેલી રહી છે. તેમજ માખી-મચ્છર, જીવાતોનો ઉપદ્રવ વધી ગયો છે અને રોગચાળો ફેલાવાની દહેશત છે. આ કન્ટેનરને અવન્તિકાના ગેઈટ પાસેથી દૂર ખસેડી અન્યત્ર મૂકવા એપાર્ટમેન્ટના રહેવાસીઓએ સંયુક્ત સહીથી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

વધુ સમાચાર

close
Ank Bandh 29 March
close
PPE Kit