લોહાણા મહાપરિષદ દ્વારા પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર જશવંતીબેન પોપટનું સન્માન


ભારતના પ્રજાસત્તાક પર્વના દિવસે મહિલાઓના ઉત્કર્ષ માટે સતત સેવાકાર્યોમાં કાર્યરત જશવંતીબેન પોપટને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. લોહાણા મહાપરિષદ દ્વારા જશવંતીબેન પોપટનું સન્માન કરવાનો સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઈ વિઠલાણી તથા પરિષદના અન્ય હોદ્દેદારો, લોહાણા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, ૧૯પપ થી જશવંતીબેને કોઠાસુઝથી તે સમયના જમાનામાં આત્મનિર્ભર તથા સ્વાશ્રયી બન્યા હતાં. તેમજ અન્ય મહિલાઓ માટે ઉત્કર્ષ અંગેની સેવા પ્રવૃત્તિમાં કાર્યરત છે. ૯૪ વર્ષની વયે આજે પણ જશવંતીબેન તેમના સેવા કાર્યો કરી રહ્યાં છે.

વધુ સમાચાર

close
Ank Bandh 29 March
close
PPE Kit