| | |

પીધેલાની બાતમી આપવાની શંકાથી ગીંગણીમાં બે યુવાનો પર ચારનો હુમલો

જામનગર તા. ૧૫ઃ જામજોધપુરના ગીંગણીમાં પીધેલા શખ્સની બાતમી પોલીસને આપવાના મામલે ગઈકાલે બે યુવાનો પર ચાર શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે જ્યારે સામા પક્ષે પણ હુમલાની વળતી ફરિયાદ નોંધાવી છે.

જામજોધપુરના ગીંગણી ગામમાં રહેતા બાલા કોળી નામના શખ્સને થોડા દિવસ પહેલાં નશાની હાલતમાં જ્યારે તે શખ્સ ઝુમતો હતો ત્યારે ભાવીન પ્રફુલભાઈ ડાભીએ પોલીસને જાણ કરતા પોલીસે બાલાની ધરપકડ કરી હતી. આ બાબતનું મનોદુઃખ રાખી ગઈકાલે સવારે ભાવીન પર જેન્તિ કડવા ડાભી, કારા સવજી ડાભી, ભાવેશ સવજી તથા મનજી જેન્તિ ડાભીએ પાઈપ વડે હુમલો કરી મારમાર્યો હતો. આ વેળાએ વચ્ચે પડનાર પ્રફુલ માધાભાઈને પણ ધોકાવાયા હતાં જેની ભાવીને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદની સામે ભાવેશ સવજી ડાભીએ વળતી રાવ કરી છે. તેણે પોતાના પર પ્રફુલ માધા, ભાવીન પ્રફુલ, સંજય માધા તથા માધા છગન ડાભીએ પાઈપ વડે હુમલો કરી માર માર્યાનું જણાવ્યું છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ રજીસ્ટરે લઈ આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit