કોંગ્રેસે અમદાવાદમાં "રાષ્ટ્રીય એકતા યાત્રા" યોજી શાંતિનો આપ્યો સંદેશ

અમદાવાદ તા. ૧૧ઃ રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને ગઈકાલે યુવક કોંગ્રેસ દ્વારા શાંતિ સંદેશ લઈને "રાષ્ટ્રીય એકતા યાત્રા" નું આયોજન કરવામાં આવ્યું હતું.

મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની જન્મભૂમિમાં કોઈ પણ પ્રકારનો પ્રાંત ભેદ, જાતિભેદ કે ધર્મભેદ સ્વીકારી શકાય નહિ. વિવિધતામાં એકતા એ આ દેશનો મૂળ મંત્ર છે. અનેક ધર્મો, ભાષાઓ, જાતિઓ અને પ્રદેશો હોવાથી જ ભારત એક મહાન રાષ્ટ્ર છે.

ગુજરાતમાં તાજેતરમાં બનેલી હિંસક ઘટનાઓને ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે અને તેના વિરોધમાં રાષ્ટ્રીય એકતા યાત્રાના નેજા હેઠળ પ્રજા વચ્ચે શાંતિ સંદેશો પહોંચાડવાનું કામ કર્યુ હતું. રાષ્ટ્રીય એકતા યાત્રા વાડજ સર્કલથી પદયાત્રા કરીને મહાત્મા ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને સ્થળ પર જ રામધૂન કરી શાંતિ અને ભાઈચારાનો સંદેશ ફેલાવાયો હતો.

આ યાત્રામાં "અવાજ દો, હમ એક હૈ", "રાષ્ટ્રીય એકતા ઝીંદાબાદ" ના સૂત્રોચ્ચાર તથા "ઘણા રાજ્યો એક રાષ્ટ્ર", "વિવિધતામાં એકતા, ઘણા ધર્મો-જાતિઓ એક રાષ્ટ્રના" પ્લેકાર્ડ સાથે પદયાત્રા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના પ્રમુખશ્રી મહિપાલ ગઢવી, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શશીકાન્ત પટેલ તેમજ મોટી સંખ્યામાં યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ.ના કાર્યકર મિત્રો જોડાયા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit