ચિરવિદાય

જામનગર નિવાસી દશા સોરઠીયા વણિક જ્ઞાતિના રમણીકલાલ લાધાભાઈ ધ્રુવ (ઉ.વ. ૯૦), તે ડો. જીતેન્દ્ર ધ્રુવ, નિતાબેન હિતેષભાઈ મહેતાના પિતા તથા સ્વ. ભગવાનલાલ, સ્વ. જશવંતલાલ, ડો. પ્રભુલાલ ધ્રુવના ભાઈનું તા. ર૪-૧૧-ર૦ર૦ ના અવસાન થયું છે. સદ્ગતનું ટેલિફોનિક ઉઠમણું તા. ર૬-૧૧-ર૦ર૦, ગુરૃવારના સાંજે ૪ થી પ દરમિયાન રાખવામાં આવ્યું છે. સાંત્વના પાઠવવા માટે જીતેન્દ્રભાઈ (મો. ૯૪ર૮૬ ૬૮૭૮૯), નીતાબેન (મો. ૯૪ર૯૯ ૧પ૯૩૧) નો સંપર્ક કરવો. સદ્ગતની લૌકિક ક્રિયા રાખવામાં આવી નથી.

જામનગર નિવાસી (મૂળ ગામ લુણી - કચ્છના) સ્વ. ટેમુભા ગોવિંદસિંહ સોઢાના પત્ની જ્યોતિબા (ઉ.વ. ૭ર), તે સહદેવસિંહ, દિગ્વિજયસિંહના માતા, રવિરાજસિંહ તથા યશપાલસિંહના દાદીમા, હેમંતસિંહ ઓધુભા જાડેજાના બહેન, મયુરસિંહ તથા વનરાજસિંહ જાડેજાના ફઈબાનું તા. રર-૧૧-ર૦ર૦ ના અવસાન થયું છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ર૬-૧૧-ર૦ર૦ ના ગુરૃવારના સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યું છે. સાંત્વના પાઠવવા માટે સહદેવસિંહ સોઢા (મો. ૯૯૭૮પ ૯પ૯પ૯), દિગ્વિજયસિંહ (મો. ૭૮૦ર૦ ૯૪૯૯૯) નો સંપર્ક કરવો.

જામનગરના સ્વ. જમનાદાસ દામજીભાઈ પલાણના પત્ની ગં.સ્વ. મણીબેન (ઉ.વ. ૯૦), તે વિનોદભાઈ, હરેશભાઈ, ભાનુબેનના માતા, આશિષભાઈ, પાર્થભાઈ, સિદ્ધાર્થભાઈના દાદીમા તા. ર૩-૧૧-ર૦ર૦ ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ર૬-૧૧-ર૦ર૦, ના સાંજે ૪ થી ૬ દરમિયાન રાખવામાં આવ્યું છે. સાંત્વના પાઠવવા માટે (મો. ૯૭ર૭૩ ૮૮૯પ૩, ૯પ૩૭૩ પ૩૭૧૦) નો સંપર્ક કરવો.

close
Ank Bandh
close
PPE Kit