જોગસ ૫ાર્ક પાસે માસ્ક વિતરણનો કાર્યક્રમ


લાયન્સ કલબ ઓફ જામનગર મેઈન અને જય કલ્યાણ ઉત્કર્ષ મહિલા મંડળના સંયુકત ઉપક્રમે નિઃશુલ્ક માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શશીકાંતભાઈ મશરૃના આર્થિક સહયોગથી જોગર્સ પાર્ક પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં ૫૫૦ લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝોનલ ચેરમેન હિમાંશુ જાની, પ્રેસીડેન્ટ રાજેન્દ્ર રાયવડેર, પાસ્ટ પ્રેસીડેન્ટ એ.કે.મહેતા, એમ.યુ.ઝવેરી, વાઈસ પ્રેસીડેન્ટ ગોવિંદભાઈ મોરઝરીયા, ટ્રેઝરર જવાહરભાઈ મહેતા, બોર્ડ મેમ્બર કમલભાઈ વ્યાસ, ડોલરભાઈ પોરેચા, જયેશભાઈ ગોપીયાણી, સતીષભાઈ ભટ્ટ, હિમાંશુભાઈ પાંધી, મનોજભાઈ મણિયાર, રક્ષાબેન દાવડા, ભારતીબેન ચાંદરાની, સુધાબેન વડેરા, જાગૃૃતિબેન સવજાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

વધુ સમાચાર

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit