સંતો-મહંતોને શીશ ઝુકાવતા મનપા તથા ભાજપના પદાધિકારીઓ


જામનગર મહાનગરપાલિકામાં નવનિર્વાચીત પદાધિકારીઓમાં મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તમન પરમાર, સ્થાયી સમિતિના ચેરમેન મનિષભાઈ કટારીયા, શાસક જુથના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોસરાણી તેમજ ભાજપ શહેર સંગઠનના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા તેમજ કાર્યક્રમના ઈન્ચાર્જ ચંદ્રવદન ત્રિવેદી, સહઈન્ચાર્જ કેતનભાઈ જોષી વગેરેએ જામનગરના આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ. દેવપ્રસાદજી મહારાજ તથા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી પૂ. ચત્રભૂજદાસજી મહારાજની રૃબરૃ મુલાકાત લઈ તેમને વંદન કરી આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતાં. બંન્ને મહંતોએ આ અગ્રણીઓને આવકારી આર્શીવાદ આપ્યા હતાં.
close
Ank Bandh 29 March
close
PPE Kit