કોગી આગેવાનો વિરૃદ્ધ રાજકીય રાગદ્વેષ સાથેની કાર્યવાહીનો વિરોધ


જામનગરમાં આર.ટી.આઈ.ના પ્રવેશ અંગેના દાખલા માટે મનપામાં કોંગી કોર્પોરેટર અસલમ ખીલજી તથા યુવા કોંગ્રેસના પ્રમુખ ડો.તૌસીફખાને પ્રતિનિધિ મંડળ સાથે આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી. આ બાબતે રાજકીય રાગદ્વેષ સાથે કોંગ્રેસના નેતાઓ વિરૃદ્ધ સોશ્યલ ડીસ્ટન્સીંગના ઉલ્લંઘન અંગે પોલીસમાં ખોટી ફરિયાદ નોંધાઈ છે. આથી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કરણદેવસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ, કોર્પોરેટરો આનંદ ગોહિલ, જેતુનબેન ખફી, શક્તિસિંહ જેઠવા, મહિપાલસિંહ જાડેજા, અશોક ત્રિવેદી વગેરેએ આ કાર્યવાહીનો વિરોધ કરતું આવેદનપત્ર મ્યુનિ-કમિશ્નરને સુપરત કર્યું હતું. આ આવેદનમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના રોડ શો-સંમેલનમાં માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સીંગ જેવા નિયમોનું ઉલ્લંઘન થતું હોવા છતાં તેમની વિરૃદ્ધ શા માટે કોઈ ફરિયાદ કે કાર્યવાહી થતી નથી તેવો સવાલ ઉઠાવાયો છે. (તસ્વીરઃ પરેશ ફલીયા)

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit