કોશિશ ફાઉન્ડેશન તથા અરબ યંગ ફાઉન્ડેશન દ્વારા અનાજની કીટનું વિતરણ


જામનગર જિલ્લામાં આવેલ પૂર હોનારતના પગલે વ્યાપક નુક્સાની થવા પામી છે. જિલ્લાના તમામ તાલુકાઓને ભારે વરસાદે ધમરોળ્યા છે. ત્યારે ભારે પૂર આવવાને કારણે અનેક પરિવારોની જીવન જરૃરી વસ્તુ પલળી જવાથી નુક્સાન થયું છે. કોશિશ ફાઉન્ડેશન દ્વારા, દાતાઓના સહકારથી રંગમતી અને મહારાજી વિસ્તારમાં અનાજની ૩૦૦ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કોશિશ ફાઉન્ડેશનના સ્થાપક સારાબેન મકવાણા, ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા, ફાઉન્ડેશનના મેન્ટર મેહમુદભાઈ વહેવારિયા, ઝાકીર હુસેન પઠાણ, સંસ્થાના સભ્ય જુનેદભાઈ, મિનાક્ષીબેન શાહ, અમીનભાઈ મોદી, અરબ યંગ ફાઉન્ડેશનના પ્રમુખ આવદભાઈ અબદાન, ઉપપ્રમુખ સાજીદભાઈ બરોક, ખજાનચી અબ્દુલ કરીમભાઈ બરોક, સેક્રેટરી ઈમ્તિયાઝભાઈ અલૂલા, મતવા મસ્જિદના પેશ ઈમામ અને ફાઉન્ડેશનના મેમ્બર હાજી અબ્દુલ કાદર અરબ, મોહસીન અબદાન, રીઝવાન જાબર, ઈમરાન ગનેજા, ઈમ્તિયાઝ શેખ, હારૃનભાઈ સંધી, સલીમભાઈ ઘાંચી, નદીમ સમા અને ઈમ્તિયાઝ તયાની ઝુબેર ગોરી પૂરગ્રસ્ત વિસ્તારમાં અનાજની કીટનું વિતરણ કર્યું હતું.

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit