હજારો વાહનની થાય છે અવરજવરઃ તંત્રને દેખાતું કેમ નથી ? સિકકા પાટીયા નજીકના ખાડા સર્જશે જીવલેણ અકસ્માત


જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા સિક્કા પાટીયા પાસે દરરોજ નાના-મોટા હજારો વાહનો પસાર થાય છે. તે વાહનોએ સિક્કા પાટીયા નજીકના ખાડા તારવવા મુશ્કેલ બની ગયા છે. રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે તે નક્કી કરવું જટીલ છે. મહાકાય કંપનીઓમાં આવતા-જતાં વાહનો ઉપરાંત ખંભાળિયા-દ્વારકા તરફ જતાં અને આવતા વાહનોની સંખ્યા બહુ મોટી છે ત્યારે આ ખાડાઓ જીવલેણ અકસ્માત સર્જે તેવી શકયતા નકારી શકાય તેમ નથી. આ માર્ગ પરથી તમામ તંત્રના અધિકારીઓની પણ અવર-જવર રહે છે તેમ છતાં કોઈની નજર આ ખાડા પર જતી નથી તે બાબત આશ્ચર્ય જન્માવી રહી છે. (તસ્વીર ઃ અનિરૃધ્ધ ગૌસ્વામી - બેડ)

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit