શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉકાળાનું વિતરણ


કોરોના મહામારી વચ્ચે જનતાની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે દ્વારકામાં શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક ઔષધિઓથી બનાવાયેલા ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિરના મહંત માધવ પ્રસાદ સ્વામી, ગામના આગેવાનો, વેપારી મિત્રો તથા ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. કુલ ૪૦ લીટર ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉકાળાનું વિતરણ દરરોજ સવારે ૮ વાગ્યે ત્રણબત્તી ચોક પાસે કરવામાં આવશે તેમ ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઈ ઝાખરિયાએ જણાવ્યું છે.
close
Ank Bandh 29 March
close
PPE Kit