જામનગરના કર્મા ટ્રસ્ટ અને રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયો વેક્સિનેશન કેમ્પ


જામનગરના કર્મા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જૈન પ્રવાસી ગૃહમાં ડો. આંબેડકર જયંતી નિમિત્તે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં અધ્યક્ષસ્થાને સંસ્કૃતિ ફાઉન્ડેશનના અધ્યક્ષ શેતલબેન શેઠ ઉપસ્થિત રહ્યા હતાં. સંસ્કૃતિ ફાઉન્ડેશન દ્વારા દરેક વેક્સિનેશન કરાવનારને શેતલબેન શેઠના હસ્તે કીટ આપવામાં આવી હતી. આ કેમ્પનું આયોજન ઋષિતાબેન સોની, પ્રિતીબેન શુક્લ, પ્રાચીબેન કિરકોલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિન્ડોચા, સ્થાયી સમિતિના ચેરમેન મનિષભાઈ કટારિયા, શાસક જુથના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોસરાણી, પરેશભાઈ દોમડિયા, સરોજબેન વીરડિયા, અલ્કાબા જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
close
Ank Bandh 29 March
close
PPE Kit