જામ્યુકો દ્વારા શહેરમાં ચા-પાણીના ધંધાર્થીઓને ડિસ્પોઝેબલ કપ-ગ્લાસનો ઉપયોગ કરવા સૂચના


કોરોના વાઈરસની દહેશત વચ્ચે જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય શાખાના ફુડ વિભાગમાં અધિકારીઓ દ્વારા આજે પી.એન.માર્ગ ઉપરના ધંધાર્થીઓને ત્યાં લોકજાગૃતિ સહિતની આનુંસંગિક કામગીરી કરવામાં આવી હતી. પાનની, ખાણીપીણીની દુકાન, ચાની હોટલ, શેરડીનો રસ વેચતા વેપારીને કાચના વાસણના બદલે ડિસ્પોઝેબલ કપ-ગ્લાસનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત પોસ્ટરો ચીપકાવવામાં આવ્યા હતા. (તસ્વીરઃ પરેશ ફલીયા)

વધુ સમાચાર

close
Nobat Subscription