ક્રિષ્ના સ્કૂલ દ્વારા ઉજવાયો સ્વતંત્રતા દિવસ


જામનગર શહેરમાં આવેલી ક્રિષ્ના સ્કૂલમાં ૭૫મા સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ૧૫મી ઓગસ્ટના ક્રિષ્ના સ્કૂલના ગ્રાઉન્ડમાં ક્રિષ્ના સ્કૂલના ટ્રસ્ટી, પ્રિન્સીપાલ, સ્ટાફ મિત્રો તેમજ મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉપસ્થિતિમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા દેશદાઝથી ભરેલા વકતવ્યો, નૃત્ય, દેશભક્તિના ગીતો જેવી કૃતિઓ દ્વારા દેશના વીર, શહીદ અમર જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ શાળાના ટ્રસ્ટી રાજેશભાઈ ઠુમ્મર દ્વારા આ આભારવિધિ કરવામાં આવી હતી તથા અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું.
close
Ank Bandh
close
PPE Kit