ઉજ્જવલ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા પૂરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ


જામનગરના ઉજ્જવલ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં અલિયાબાડા તથા જામનગરમાં ઘાંચીની ખડકી, વેહવારિયા મદ્રેસા, બચુનગર, મોટી આશાપુરા મંદિર, નાકા બહાર, અને સેટેલાઈટ, અલસફા સોસાયટી સહિતના વિસ્તારોમાં પૂરગ્રસ્ત લોકોને ૧૧ દિવસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રમુખ મુનીરાબેન રેલિયા, ફારૃખભાઈ રેલિયા, હીતાર્થ જોષી, અકબરખાન મલેક, ઉર્મિલાબેન શેરિયા, કિશોર એમ. પરમાર તથા મંડળીના સભ્યોએ જહેમત ઊઠાવી હતી.

વધુ સમાચાર

close
Ank Bandh
close
PPE Kit