| | |

જામનગર મહાપાલિકાના પટાંગણમાં મધમાખીઓનું આક્રમણઃ દોડધામ

જામનગર તા. ૧પઃ જામનગર મહાનગરપાલિકા કચેરીની દીવાલ ઉપર લટકતા મધપૂડામાંથી આજે મધમાખીઓએ ઉડાઉડ કરતા સિક્યોરિટી ગાર્ડ સહિત પાંચેક લોકોને કરડી ગઈ હતી. આ સમયે દોડધામ મચી જવા પામી હતી.

જામનગર મહાપાલિકામાં આજે સવારે મધપૂડામાંથી મધમાખીઓ છૂટી પડી ઉડાઉડ કરી રહી હતી અને પટાંગણ પાસે ઉભેલા બેથી ત્રણ લોકો ઉપરાંત સિક્યોરિટી જવાનને કરડી જતા થોડીવાર માટે દોડધામ મચી જવા પામી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit