સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

યુવક કોંગ્રેસ તથા એન.એસ.યુ.આઈ. દ્વારા પેપરોના રીચેકીંગ તથા ગ્રેસીંગ માર્કની માંગણી

જામનગર તા. ૧પઃ બી.કોમ. સેમેસ્ટર-૩ નું ર૮ ટકા જેટલું પરિણામ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. મોટાભાગના વિદ્યાર્થીઓ એક કરતા વધુ વિષયોમાં નાપાસ થયા છે. જામનગરના તમામ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને સાથે રાખીને જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા જામનગરના સેનેટ સભ્ય ડો. તૌસીફખાન પઠાણની આગેવાનીમાં સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ અને ઉપકુલપતિને નબળા પરિણામ અંગેની રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના પેપર ફરીથી ચેક કરીને ગ્રેસીંગ માર્કસ દ્વારા વિદ્યાર્થીઓને પોઝિટિવ પરિણામ આપવાની માંગણી કરવામાં આવી હતી.

યુનિવર્સિટીમાં પેપર રી-એસેસમેન્ટની પ્રક્રિયામાં સેમેસ્ટર-૧ થી પ માં ફક્ત એક પેપર ખોલાવી શકાય અને સેમેસ્ટર-૬ માં બે પેપર ખોલાવવાનો નિયમ છે. પરંતુ બી.કોમ. સેમેસ્ટર-૩ માં મોટાભાગના વિદ્યાર્થીઓ એક કરતાં વધુ વિષયમાં ફેઈલ થયા હોવાને લીધે એક કરતાં વધુ પેપર ખોલાવી શકે તે માટે મંજૂરી આપવા માટેની માંગણી કરવામાં આવી હતી.

આ વ્યાજબી માંગણીને ધ્યાનમાં લઈને બી.કોમ. સેમેસ્ટર-૩ ના તમામ વિદ્યાર્થીઓને ૩ પેપર ખોલાવવા (રી-એસેસમેન્ટ) ની સૌરાષ્ટ્ર યુનિ., દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તમામ બી.કોમ. સેમે.૩ ના વિદ્યાર્થીઓ જે એક કરતાં વધુ વિષયોમાં ફેઈલ થયા હોય અને જો યુનિવર્સિટીમાં પેપર રી-એસેસમેન્ટ કરાવવા માંગતા હોય તેઓએ રર-૩-ર૦૧૯, શુક્રવાર સુધીમાં પોતાની જે-તે કોલેજમાં અરજી કરવાની રહેશે. 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription