જોડીયાની નદીમાં તણાઈ જવાથી યુવાનનું મૃત્યુઃ વીજઆંચકો લાગતા યુવકનું મોત

જામનગર તા. ૧૪ઃ જામનગરના પવનચક્કી વિસ્તારમાં ચાલતા કડીયાકામના સ્થળે એક યુવાનનો હાથ જીવંત વીજવાયરને અડકી જતા તેઓનું શોર્ટ લાગવાથી મૃત્યુ નિપજ્યું છે જ્યારે જોડીયામાં એક યુવાનનું તણાઈ જવાથી મૃત્યુ થયું છે અને ઓખાના દરિયામાંથી એક અજાણ્યા પુરૃષનો મૃતદેહ સાંપડ્યો છે.

જામનગરના ગુલાબ નગર નજીકના રવિ૫ાર્કમાં રહેતા અને કડીયાકામ કરતા પ્રકાશભાઈ ચંદુભાઈ પારઘી (ઉ.વ. ૨૭) પવનચક્કી વિસ્તારમાં ફુલીયા હનુમાન પાસે આવેલી મુકેશભાઈ કુબાવતના ઘેર કડીયાકામ કરવા જતા હતા ત્યાં ગઈકાલે બપોરે મકાનની બહારની દીવાલ પર કામ કર્યા પછી તેઓ જ્યારે નીચે ઉતરતા હતાં ત્યારે તેઓનો હાથ નજીકમાં જ આવેલા સ્ટ્રીટલાઈટના થાંભલાના વાયરને અડકી જતા તેઓને વીજ આંચકો લાગ્યો હતો. પડી ગયેલા આ યુવાનને ૧૦૮ મારફત જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતાં. પોલીસે મૃતકના પિતા ચંદુભાઈ રૃપાભાઈ પારઘીનું નિવેદન નોંધ્યું છે.

જોડીયામાં ગંજપીરની દરગાહ પાસે વસવાટ કરતા યુસુફભાઈ મુસાભાઈ નારેજા નામના પ્રૌઢનો ૨૫ વર્ષનો ભત્રીજો સાજીદ ગઈ તા. ૧૦ના દિને પોતાના ઘરેથી નીકળી ગયા પછી રખડતો ભટકતો હતો. આ યુવાન કોઈપણ રીતે ત્યાં  આવેલી નદી પાસે પહોંચ્યા પછી તેમાંથી ધસમસતા પૂરના પાણીમાં તણાઈ જતા મૃત્યુ પામ્યા હતાં. યુસુફભાઈએ આ બાબતની પોલીસને જાણ કરતા હે.કો. બી.એ. જાડેજાએ મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઓરિસ્સા રાજ્યના ઈટામારી ગામના વતની અને હાલમાં ઓખાના કોસ્ટગાર્ડ એરિયામાં વસવાટ કરતા અને કોસ્ટગાર્ડમાં નાવીકની ફરજ બજાવતા સુભેન્દ્રકુમાર રવિન્દ્રકુમાર મન્થનએ ગઈકાલે સવારે પેટ્રોલીંગ દરમ્યાન દરિયાકાંઠાથી ૧૭ નોટીકલ માઈલ દૂર એક મૃતદેહ પાણીમાં તરતો જોઈ પોલીસને જાણ કરી હતી. અંદાજે ચાલીસેક વર્ષની વયના લાગતા આ અજાણ્યા પુરૃષના મૃતદેહને પોલીસે કબજે કરી પીએમ કરાવવા ઉપરાંત તેની ઓળખ મેળવવા તપાસ આરંભી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription