જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

લોકરક્ષક ભરતી પેપરલીક કૌભાંડનો માસ્ટર માઈન્ડ યશપાલ સોલંકી ઝડપાયો

અમદાવાદ તા. ૬ઃ લોકરક્ષક ભરતી પેપરલીક કૌભાંડનો માસ્ટર માઈન્ડ યશપાલ સોલંકીને  મહિસાગર પોલીસે મધ્યરાત્રિ પછી અર્ધનિદ્રાની અવસ્થામાં ઝડપીને ક્રાઈમ બ્રાન્ચ-એટીએસના હવાલે કર્યો છે. તેમણે તેમના સસરાને આ કૌભાંડમાં કોઈ મોટા માથા સંડોવાયા હોવાનું જણાવ્યું હોવાની વાત કરી હતી, તેવું પણ બહાર આવ્યું છે.

પોલીસની લોકરક્ષક દળની ભરતી પરીક્ષાનું પેપરલીક થયા પછી રૃપાણી સરકારની આબરૃના ધજાગરા ઊડાડતી ઘટનામાં પોલીસે એક મહિલા, ભાજપના બે કાર્યકરો અને એક પી.એસ.આઈ.ની ધરપકડ કર્યા પછી પેપર લીક પ્રકરણના માસ્ટર માઈન્ડ ગણાતા યશપાલ સોલંકીને આજે મધ્ય રાત્રિ પછી મહિસાગર પોલીસે અર્ધનિદ્રા જેવી હાલતમાં વિરપુર ગામે લીંબડિયા રોડ ઉપરથી ઝડપી લઈ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસના હવાલે કરી દીધો છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પેપરલીકની ઘટનામાં યશપાલ પણ સુરતમાં પરીક્ષા આપતો હોવાથી તેને પેપર રદ્ થયાની જાણ થતાં જ પોતે હવે સકંજામાં આવી જશે તેવું વિચારી ખૂબ ગભરાઈ જઈ સુરતથી વડોદરા પહોંચ્યા પછી મહિસાગર જિલ્લા તરફ નીકળી વિરપુર પહોંચ્યો હતો. તેની પાસેના રૃપિયા પણ ખૂટી ગયા હતાં. બે દિવસથી તે ભૂખ્યો હતો. આમ તેમ ભટકતો હતો. દરમિયાન તેના એક મિત્રની નજર તેની પર પડી જતાં તેણે મહિસાગર પોલીસને જાણ કરતા પોલીસ ટીમે તેને તાકીદે ઝડપી લીધો હતો.

યશપાલ સોલંકી અને યશપાલ  ઠાકોર એવી ભળતી વ્યક્તિઓના કારણે વડોદરામાં જે રીતે ઓળખ કરવામાં ભૂલ થઈ હતી તેવી ભૂલ ન થાય તે માટે યશપાલની ઓળખ કરાવવા માટે પોલીસે તેના સસરાને પોલીસ મથકે બોલાવ્યા હતાં. આ જ યશપાલ હોવાની ખરાઈ કરી હતી, ત્યારપછી ગાંધીનગર સેક્ટર-૭ પોલીસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, એ.ટી.એસ. અને ડી.જી.પી.ના ફોન સતત રણકવા લાગ્યા હતાં અને સી.એમ. કાર્યાલય સુધી ધમધમાટ થવા લાગ્યો હતો.

બે મિનિટ માટે પોતાના જમાઈ યશપાલ સોલંકીને મળેલા સસરાએ એવો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તેમના જમાઈ ખૂબ ગભરાયેલા હતાં અને ડરતા-ડરતા તેના જમાઈએ એવું પણ જણાવેલ કે આ સમગ્ર પ્રકરણમાં મોટા માથાઓની સંડોવણી છે, તેવું બિનસત્તાવાર સૂત્રોના માધ્યમથી બહાર આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પેપરલીક કર્યા પછી યશપાલ દિલ્હીમાં આન્સર કી લઈ પ્લેનમાં વડોદરા ગયો હતો અને વડોદરાથી તે બાય રોડ સુરત ગયો હતો અને સુરતમાં પેપર ફૂટવાની ઘટનાની જાણ થઈ જતા તે ખૂબ ગભરાઈ ગયો હતો અને નાસી છૂટ્યો હતો.

યશપાલ સોલંકી વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશનમાં ફરજ બજાવી રહ્યો હોવાનું ખૂલતા વડોદરાના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો બનાવી તેના  નિવાસસ્થાન અંગે તપાસ કરાવી હતી. અનુપમસિંહ ગેહલોતની તપાસમાં જ સર્વપ્રથમ યશપાલ મહિસાગર જિલ્લામાં ભાગી છૂટ્યો હોવાની વિગતો શોધી કાઢી હતી.

માસ્ટર માઈન્ડ યશપાલની ધરપકડ પછી હવે બધાને દિલ્હી લઈ જનાર તમામના ફોન બંધ કરાવનાર નિલેશનું રહસ્ય ખુલવા સાથે 'ટાટ'ની પરીક્ષામાં ગરબડ કરનાર અને લોકરક્ષક પેપર ફોડનાર આંતરરાજ્ય ગેંગ એક છે કે કેમ? આંતરરાજ્ય ગેંગે કોની પાસેથી પેપર મેળવેલ તેવા અનેક સવાલોના જવાબ પોલીસને મળે તેવી લોકો આશા સેવી રહ્યા છે. આ ઘટના હવે રાજ્ય સરકાર માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની છે, તો બીજી તરફ ક્યા મોટા માથા સંડોવાયા છે, તેનું રહસ્ય યશપાલ જ જાણતો હોવાથી ભાજપના કોઈ મોટા નેતાઓની સંડોવણીની આશંકા હોવાથી વિપક્ષ પણ સતર્ક બનીને પોલીસ તપાસ પર બાજ નજર રાખી રહ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription