ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

આરંભડામાં અગ્નિસ્નાન કરી પરિણીતાએ વ્હોરી આત્મહત્યા

જામનગર તા. ૧૫ઃ દ્વારકાના આરંભડામાં રહેતા એક પરિણીતાએ એકલતા સાલવાના કારણે ગઈકાલે અગ્નિસ્નાન કરી આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતકના સસરાનું નિવેદન નોંધ્યું છે.

દ્વારકા તાલુકાના આરંભડા ગામમાં ભોયસર તળાવ પાસે રહેતા ભાવિકાબેન રવીભાઈ ઘેડીયા નામના ૨૫ વર્ષના પરિણીતાએ ગઈકાલે બપોરે પોતાના ઘરે શરીર પર કેરોસીન છાંટી અગન-પછેડી ઓઢી લીધી હતી. જોતજોતામાં આગની લપેટમાં આવી ગયેલા ભાવિકાબેને પાડેલી ચીસો સાંભળી આડોસી-પાડોશી દોડી આવ્યા હતા. તેઓએ ભાવિકાબેનને ગંભીર રીતે દાઝેલી હાલતમાં સારવારમાં ખસેડ્યા હતા. જ્યાં તેણીનું ગઈરાતે મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની પોલીસને જાણ કરાતા દોડી આવેલા મીઠાપુરના પોલીસ કાફલાએ મૃતકના સસરા નલીનભાઈ કાનજીભાઈ ઘેડીયાનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ભાવિકાબેનના માતાનું દોઢેક વર્ષ પહેલાં અવસાન થયું છે. તે પહેલાં પાંચેક વર્ષ પૂર્વે તેણીના પિતા છૂટાછેડા લઈ અલગ રહેવા જતા રહ્યાં હતાં. માતાના એકના એક સંતાન ભાવિકાબેન માતાના અવસાન પછી એકલા થઈ ગયા હતાં, તેઓના પતિ રવીભાઈ ઘેડીયા પણ રાજસ્થાનના જયપુરમાં વ્યવસાય કરતા હોય તેઓ ત્યાં રહે છે. જેના કારણે ભાવિકાબેનને એકલતા સાલતી હતી. જેના કારણે તેમણે આત્મહત્યાનું પગલું ભર્યું છે. પોલીસે નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription