નગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી

જામનગર તા. ૧૪ઃ જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં મહિલા સશક્તિકરણ પખવાડિયા-ર૦૧૯ સંદર્ભે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 'મહિલાઓ સમાજકરણ, રાજકારણ, અર્થકારણ દરેક સ્તરે આગળ વધી રહી છે, પરંતુ હજી પણ ગ્રામીણ સ્તરે મહિલાઓ પોતાની શક્તિથી અજાગૃત છે. ત્યારે મહિલાઓ પોતાની સ્વશક્તિને પીછાણે, તેને જાગૃત કરે અને તેના થકી વિશ્વના દરેક ક્ષેત્રમાં તે સમાજનું નેતૃત્વ કરે તે સમાજની સાચી પ્રગતિ ગણાશે.'

દર વર્ષની જેમ આ વર્ષે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૃપે વિવિધ થીમ પર મહિલાલક્ષી કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રાજ્ય સરકારે મહિલાઓના ઉત્થાન માટે લીધેલા પગલાંઓની જાણકારી આપતા ઉમેર્યું કે, મહિલાઓના ઉત્કર્ષ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પ૦ ટકા અનામત, પોલીસ ભરતીમાં પણ ૩૩ ટકા અનામત આપી મહિલાઓને પુરુષ સમોવડી બનાવવાના અવિરત પ્રયાસો કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જાનીએ ગાંધીજીને અને ગાંધી વિચારધારાને યાદ કરતા કહ્યું હતું કે, વેદકાલીન સમયમાં સ્ત્રીઓ, પુરુષો સમોવડી જ હતી. જેમાં આપણે દેવી ગાર્ગી, મૈત્રેયી જેવી વિદુશીઓને આપણે જાણીયે જ છીએ, પરંતુ મધ્યકાલિન સમયમાં થયેલા ફેરફારો પછી સ્ત્રીઓ પરના પ્રતિબંધો અને બંધનોમાંથી તેમને મુક્ત કરી અને તેમની શક્તિ જાણી તેમને સ્વતંત્રતાની ચળવળમાં ગાંધીજી દ્વારા જોડવામાં આવી અને ત્યારથી ગાંધી વિચારધારા મુજબ સ્ત્રીઓને ફરી પુરુષ સમાન બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ ગાંધીજીએ સ્ત્રી ઉન્નતિ માટેના આધુનિક પ્રયાસોનો પ્રારંભ કર્યો. આ પ્રસંગે રાજ્યમંત્રીના હસ્તે મહિલાલક્ષી વિશિષ્ટ કામગીરી કરનાર યશસ્વી મહિલાઓનું પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી કરશનભાઈ પટેલ, મહિલા અને બાળ કલ્યાણ અધિકારી ચંદ્રેશ બાંભી, આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી નાથ, જિલ્લા પંચાયતના સભ્ય પ્રફુલ્લાબા જાડેજા, જી.જી. હોસ્પિટલના એસોસિયેટ પ્રોફેસર ડો. શિલ્પાબેન ચુડાસમા તથા કસ્તુરબા વિકાસ ગૃહના સંચાલક કરશનભાઈ ડાંગર તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો, નગરની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription