જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

મી..ટૂ.. માં આક્ષેપો પછી એમ.જે.અકબર રાજીનામું આપશે?

નવી દિલ્હી તા. ૧૧ઃ મી..ટૂ.. ની મૂવમેન્ટ હવે મોટા માથાઓનો નકાબ ઉતારી રહી છે. વિદેશ રાજ્યમંત્રી એમ.જે.અકબર જ્યારે મીડિયાક્ષેત્રમાં હતા. ત્યારે મહિલા પત્રકારો સાથે બેહુદુ વર્તન કરતા હતા, તેવા એક પછી એક મહિલાઓ દ્વારા થયેલા આક્ષેપો પછી ગઈકાલે રાત્રિ સુધીમાં વિદેશ પ્રવાસે ગયેલા મોદી સરકારના મંત્રીએ કોઈ નિવેદન આપ્યું નહોતું, અને સરકાર કે વડાપ્રધાન તરફથી પણ આ મુદ્દે ચૂપકીદી સેવાઈ રહી છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પણ આ મુદ્દે મીડિયાના સવાલોના જવાબ આપવાનું ટાળ્યું, તેથી એમ જણાય છે કે દાળમાં કાળું નહીં, પણ આખી દાળ જ કાળી છે. બીજી તરફ કોગ્રેસે અકબરનું રાજીનામું અથવા માફી માંગવાની વાત કરી છે અને મોદી સરકાર સ્પષ્ટતા કરે તેવી માંગણી કરી છે.

'મી..ટૂ..' મૂવમેન્ટની ઝપટે આ પહેલાં પણ કૈલાશ ખૈર, રજત કપૂર, ઉત્સ્વ ચક્રવર્તી, ચેતન ભગત, વરૃણ ગ્રોવર, આલોકનાથ, ગૌરાંગ દોશી, નાના પાટેકર, વિવેક અગ્નિહોત્રી, વિકાસ બહલ વગેરે મોટા ચહેરાઓ બેનકાબ થઈ ચૂક્યા છે. કોઈને કોઈ યુવતી સાથે ભૂતકાળમાં કરેલી હરકતને મહિલાઓ આગળ આવીને હિંમતપૂર્વક જાહેર કરી રહી છે.

અકબરના કિસ્સામાં તો મોદી સરકારના મંત્રી પદે રહેલા મેનકા ગાંધીએ પણ કહ્યું છે કે મહિલા સન્માનની વાત હોય, ત્યાં ઉંડી તપાસ થવી જોઈએ અને દોષિતોને છોડવા ન જોઈએ.

'મી..ટૂ..મૂવમેન્ટ યૌન ઉત્પીડીત, છેડતી, જાતીય સતામણી, મહિલા અત્યાચારની સામે અવાજ ઉઠાવવા વર્ષ-૨૦૦૬માં અમેરિકાના સોશ્યલ વર્કર તરાના બર્કે સોશ્યલ મીડિયાના માધ્યમથી શરૃ કરી હતી. પરંતુ હોલીવુડના એક સુપરસ્ટાર પર જાતીય શોષણના આરોપ પછી વર્ષ-૨૦૧૭ માં સમગ્ર વિશ્વમાં છવાઈ ગયું હતું, અને સમાજના શ્રેષ્ઠી કે કોઈ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત મોભો ધરાવતા હોવાનો ફાંકો રાખતા કેટલાક લોકોની આબરૃ ધોવાઈ ગઈ હતી.

હવે ભારતમાં પણ મહિલાઓ હિંમતપૂર્વક આ મૂવમેન્ટમાં જોડાઈ રહી છે, અને પોતાના પૂર્વાનુભવો વ્યક્ત કરી રહી છે. કેટલાક લોકો આ મૂવમેન્ટનો દુરૃપયોગ થવાની સંભાવનાઓ પણ વર્ણવી રહ્યા છે, પરંતુ આવું થાય તો કેટલાક કાનૂની વિકલ્પો પણ મોજુદ હોવાનો મત નિષ્ણાતો વ્યક્ત કરે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription