મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

મસુદ મુદ્દે આડોડાઈ કરતા ચીનની કંપનીઓને રેડકાર્પેટ શા માટે?ઃ કોંગ્રેસ

અમદાવાદ તા. ૧પઃ મસુદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવાના મુદ્દે વારંવાર આડોડાઈ કરતા ચીનની કંપનીઓ માટે ગુજરાતમાં શા માટે રેડકાર્પેટ બિછાવાઈ રહ્યા છે, તેવો સવાલ પ્રદેશ કોંગ્રેસે ઊઠાવ્યો છે.

આતંકવાદીના આકા, ટ્રેનિંગ કેમ્પના સૂત્રધાર અઝહર મસુદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં વારંવાર આડખીલીરૃપ બનીને રક્ષણ આપનાર ચીનની સરકારને જવાબ આપવાનો સમય પાકી ગયો છે. એક તરફ ચીનના પ્રમુખ શી જીનપિંગને રેડ કાર્પેટ પાથરીને સરકાર-મહેમાનગતિ કરાવે અને બીજી બાજુ ભારતમાં આતંકવાદી હુમલામાં જેમનું માસ્ટર માઈન્ડ છે તે અઝહર મસુદને વૈશ્વિક આતંકવાદી જાહેર ન થવા માટે એ જ ચીનની સરકાર વીટો પાવરનો ઉપયોગ કરે તે કેટલે અંશે વ્યાજબી? તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભારત દેશના વિવિધ પ્રદેશોમાં નાગરિકો કોઈને કોઈ રીતે આતંકવાદી ઘટનાનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં પુલવામા સી.આર.પી.એફ.ના ૪૦ થી જવાનો શહીદ થયા જેના માટે આતંકવાદીના આકા અઝહર મસુદના ટ્રેનિંગ કેમ્પે જવાબદારી સ્વીકારી છે. ઉરી, પઠાણકોટમાં હુમલો, કાશ્મીરમાં વારંવારની આતંકી હુમલાની ઘટના અને તાજેરમાં પુલવામામાં થયેલ હુમલાના તમામ પુરાવા હોવા છતાં અઝહર મસુદને વૈશ્વિક આતંકવાદી જાહેર  કરવામાં ચીન સરકાર જ આડખીલીરૃપ બને છે ત્યારે જે દેશ ભારત દેશની એક્તા-અખંડિતતા સામે પડકારરૃપ આતંકવાદ સામે મદદકર્તા બને તે જ ચીન સાથે કઈ રીતે સંબંધ રાખી શકાય?

ચીન સાથે અબજો રૃપિયાના વ્યાપારી કામકાજ સાથે ગુજરાતમાં અનેક ચાઈનીઝ કંપનીઓ ગુજરાતના અને દેશના ધંધા-રોજગારના ભોગે ધંધો કરી રહી છે. ત્યારે ભાજપ સરકાર શા માટે ચાઈનીઝ કંપની-ચીનને રેડ કાર્પેટ આપી રહી છે તેનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ધોલેરા સર સાથે તીનશાંગ હોલ્ડીંગ ગ્રુપ ચાઈનીઝ કંપનીએ ર૧,૦૦૦ કરોડના કરાર કર્યા છે. ટેબા ચાઈના-ઈન્ડિયા ફ્રેન્ડશીપ એસોસિએશન અને શીન ચાંગ પ્રોવિકે દહેજમાં ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ૧૦,૦૦૦ કરોડના રોકાણ સાથે ૧૦૦ યુનિટો ચાઈનીઝ કંપનીના સ્થપાવા માટે આગળ વધી રહ્યા છે. મુન્દ્રામાં ૩ બિલિયનના રોકાણ સાથે રીફાઈનરી અને પેટ્રોકેમિકલ, અમદાવાદ જિલ્લાના સાણંદમાં રપ૦૦ કરોડનો એલ.ઈ.ડી. પ્રોજેક્ટ, સી.આર.આર.સી. નાનઝિંગ કૂઝાન મેટ્રો રોલિંગ બ્લોક માટે આગળ વધી રહ્યા છે. મેટ્રો રેલ પ્રોજેક્ટ, સરદાર સાહેબની પ્રતિમાનું આઉટસોર્શિંગ વર્ક પણ ચાઈનીઝ કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

પ્રદેશ કોંગ્રેસના નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે, દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ચાઈનીઝ દોરી, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ ફટાકડા, પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ, ચાઈનીઝ રમકડાઓ, ભાજપ પક્ષ માટે ચૂંટણી પ્રચાર સામગ્રી, ગરીબ-કલ્યાણ મેળામાં સીવણ મશીન સહિતની સ્વરોજગાર માટેના વિવિધ સાધનો, સ્વચ્છતા અભિયાન માટેની સામગ્રીઓ, યોગ માટેની કાર્પેટ જેવી અનેક વસ્તુઓ મોટા પાયે બેરોકટોક વેંચાઈ રહી છે અને સરકારી વિભાગો પણ ખરીદી રહ્યા છે. ચીન અબજો રૃપિયા ભારત દેશના નાગરિકો પાસેથી કમાણી કરી રહ્યું છે તે ભારતને આતંકવાદની લડાઈમાં જે રીતે આડખીલી ઊભી કરી રહી છે તે કોઈપણ સંજોગોમાં ચાલી શકે નહિં.

આતંકવાદીના આકા અઝહર મસુદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં ચીન સરકાર આડખીલી બંધ કરે. રાષ્ટ્રવાદની દુહાઈ દેતી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર કરોડો રૃપિયાના અને ચાઈનીઝ ઉત્પાદનો અને ચાઈનીઝ કંપનીઓના અબજો રૃપિયાના રોકાણ માટે જે રીતે પ્રોત્સાહન આપે છે તે અંગે દેશની ૧૩૦ કરોડ અને ગુજરાતની ૬ કરોડ જનતા જવાબ માંગે છે, તેમ નિવેદનમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription