મુંબઈના ડોંગરીમાં થયેલી ઈમારત ધરાશાયીમાં અત્યાર સુધીમાં ૧ર વ્યક્તિના મૃત્યુ નિપજ્યાંઃ હજુ  બચાવ કાર્ય શરૃ / નીતીન ગડકરીએ કહ્યું સારા રસ્તાઓ જોઈએ છે તો ટોલ ટેક્સ ચુકવવો પડશેઃ આ જીવનભર બંધ નહીં થાય / ૧૪૯ વર્ષ પછી ગુરૃપૂર્ણીમાંના દિને ચંદ્રગ્રહણઃ ત્રણ કલાક જેટલો સમય ચાલશે ગ્રહણઃ તમામ રાશીઓ પર કરશે અસર /

એરસ્ટ્રાઈક ૫હેલાં રામ મંદિરનો મુદ્દો ઊઠાવતા લોકો હવે રામનું નામ કેમ લેતા નથી ? ફારૃખ

નવી દિલ્હી તા. ર૬ઃ નેશનલ કોન્ફરન્સના વડા ફારૃખ અબ્દુલ્લાએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે બાલાકોટ એરસ્ટ્રાઈક પર સવાલો ઊઠાવનારને રાષ્ટ્રદોહી ગણાવવા અયોગ્ય છે. તેમણે અયોધ્યા મુદ્દો પણ ઉછાળ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા પછી નેશનલ કોન્ફરન્સ દ્વારા હવે ભાજપ પર શાબ્દિક પ્રહારો તેજ થઈ ગયા છે. પાર્ટીના વડા ફારૃખ અબ્દુલ્લાએ કહ્યું કે બાલાકોટ એરસ્ટ્રાઈકમાં ૩૦૦ આતંકીઓ માર્યા ગયા હોય તો તે 'આંતરરાષ્ટ્રીય દૂર્ઘટના' ન ગણાય! તેમણે કહ્યું કે આ અંગે સવાલો ઊઠાવનારને રાષ્ટ્રદ્રોહી ગણાવવા યોગ્ય નથી.

ગઈકાલે આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક કાર્યક્રમ દરમિયાન અબ્દુલ્લાએ કહ્યું કે બાલાકોટ એરસ્ટ્રાઈક પહેલા અયોધ્યા-રામમંદિરનો મુદ્દો ચગાવાયો હતો, પરંતુ હવે રામનું નામ પણ કોઈ લેતું નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે ફારૃખ અબ્દુલ્લાએ ગઈકાલે તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા સહિતના નેતાઓની હાજરીમાં શ્રીનગર લોકસભા બેઠક માટે ઉમેદવારીપત્ર ભર્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription