સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

બોલાવતો કેમ નથી તેમ કહી નગરમાં યુવાન પર પ્રહાર

જામનગર તા.૧૧ ઃ જામનગરના ખોજાનાકા વિસ્તારમાં એક યુવાનને કુખ્યાત શખ્સે બોલાવતો કેમ નથી તેમ કહી પોતાના સાગરિત સાથે મળી માર મારી ધમકી આપ્યાની તેમજ હાપા પાસે એક યુવાનને પાઈપથી ફટકારાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના ખોજાનાકા વિસ્તારમાં આવેલા હાજીપીરના ચોક પાસે ઉભેલા આબીદ યુનુસભાઈ બ્લોચ નામના શખ્સ પાસે આવેલા મચ્છીપીઠ નજીક રહેતો મમુડી ચોર નામના શખ્સે કેમ બોલાવતો નથી તેમ કહેતા આબીદે તારી સાથે ઉભા ન રહેવાય તેમ કહેતા ઉશ્કેરાયેલા મમુડી અને યુસુફ મુસા નામના શખ્સોએ પાઈપ તથા ઢીકાપાટુ વડે હુમલો કરી આબીદને માર માર્યાે હતો. આ વેળાએ છોડાવવા વચ્ચે પડેલા આબીદના ભાઈ શાહજહાંને પણ ધોકાવી નાંખવામાં આવ્યો હતો.

ત્યાર પછી આ શખ્સોએ હવે જો ચોર કહીશ તો પતાવી દઈશ તેવી ધમકી આપી હતી જેની આબીદે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ધુંવાવ વિસ્તારમાં રહેતા અલીકાદરમિંયા બુખારી ગયા મંગળવારે નોકરી પૂર્ણ કરી પોતાના સ્કૂટર પર ઘર તરફ જતાં હતા ત્યારે હાપા નજીકના ઈસ્કોન મંદિર સામે પાછળથી મોટરસાયકલમાં ધસી આવેલા રાણા કંડોરણા ગામના અલ્ફાત કાસમભાઈ ખલીફા નામના શખ્સે તેને રોકી પાઈપ ફટકાર્યાે હતો જેની પંચકોશી-એ ડિવિઝનમાં ફરિયાદ કરાઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00